મહીસાગર જિલ્લામાં યુવતીની હત્યાનો મામલો ગરમાયો, ન્યાયની માગ સાથે દલિત સમાજના કલેક્ટર કચેરી બહાર ધરણા


  • Published By :
  • Published Date : 2023-03-26 18:56:53

મહીસાગર નદી કિનારેથી 21 માર્ચના રોજ એક યુવતીનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહ અંગે પોલીસે તપાસ હાથ ધરતા તે ઉર્સના મેળામાં ગુમ થયેલી યુવતી ચંદ્રિકા પરમાર હોવાનું સામે આવ્યું હતું. યુવતીનો મૃતદેહ મળ્યાના પાંચ દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ આરોપી પકડાયો નથી, આ કેસમાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ બની છે. 


ખાનપુર સજ્જડ બંધ


મહીસાગર જિલ્લાના ખાનપુર ગામની યુવતી ચંદ્રિકા પરમારની કારંટા ઉર્સના મેળામાં યુવતી ગુમ થયા બાદ બાદ હત્યા થઈ હતી. તેનો મૃતહેદ નદીમાંથી મળતા ગામમાં અરેરાટી ફેલાઈ હતી, હત્યાના વિરોધમાં ખાનપુરના તમામ વેપારીઓએ ખાનપુરના તમામ બજારો સજ્જડ બંધ રાખી અનુસૂચિત જાતિને સમર્થન આપ્યું હતું. અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુર ખાતે રેલી યોજવામાં આવી હતી.


જીલ્લા કલેકટર કચેરી સામે દેખાવો


ચંદ્રિકા પરમારની હત્યાને લઈ અનુસૂચિત જાતિના આગેવાનો અને સમાજ દ્વારા ન્યાયની માંગણી સાથે ખાનપુરથી જીલ્લા કલેકટર કચેરી રેલી યોજવામાં આવી હતી. અનુસૂચિત જાતિના આગેવાનો મહીસાગર અધિક કલેક્ટરની મંજૂરી બાદ ધરણા પર બેઠા છે. જીલ્લા કલેકટર કચેરી બહાર મૃતક યુવતીના પરિવારજનો સહિત અનુસૂચિત જાતિના આગેવાનો ધરણા કરી રહ્યા છે. પરિવાર જનોના  કહ્યા મુજબ જ્યાં સુધી આરોપી પોલીસ પકડમાં ન આવે ત્યાં સુધી કલેકટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ ચાલુ રહેશે. આ દરમિયાન આજે દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?