તિબેટના 14માં આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે દલાઈ લામા તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે લોકોની લાગણી દુભાઈ હોવાથી માફી માગી છે.
Video ⬇️ pic.twitter.com/Nz2aSYxAZD
— Samirah (@SameeraKhan) April 10, 2023
VIDEO વાયરલ થતા વિવાદ વધ્યો
Video ⬇️ pic.twitter.com/Nz2aSYxAZD
— Samirah (@SameeraKhan) April 10, 2023દલાઈ લામાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. જેમાં એક બાળક ધર્મગુરૂ પાસે આશીર્વાદ લેવા આવ્યો ત્યારે, દલાઈ લામાએ વ્હાલથી તેના હોઠ પર કિસ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો અને અને તેના કારણે જબરદસ્ત વિવાદ થયો હતો.
દલાઈ લામાએ નિવેદનમાં શું કહ્યું
આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ સોમવારે માફી માંગી હતી. દલાઈ લામાના સત્તાવાર નિવેદન મુજબ દલાઈ લામાએ જો તેમના શબ્દોથી બાળક અથવા તેના પરિવારની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તે માફી માંગે છે. દલાઈ લામાએ કહ્યું કે તેઓ વિશ્વભરના તેમના તમામ સમર્થકોની માફી માંગે છે. દલાઈ લામાએ તેમના શબ્દોને લઈને પણ ક્ષમા યાચના કરી છે. નિવેદન અનુસાર દલાઈ લામા જાહેરમાં કેમેરા સામે પણ લોકોને ખુબ જ માસુમતાથી અને ચંચળ રીતે મળે છે, તેમણે આ ઘટનાને લઈ ખુબ જ ખેદ વ્યક્ત કર્યો છે.