હોળીના દિવસે ડાકોરમાં આવેલા રણછોડરાયજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ભગવાનના દર્શન કરવા માટે અનેક ભક્તો પગપાળા જતા હોય છે. હોળીના દિવસો દરમિયાન ભગવાન રણછોડરાયના દર્શન કરવાનો આપણે ત્યાં વિશેષ મહિમા રહેલો છે. એકાદશી પર્વથી ફાગણની પૂનમ સુધી ત્યાં મેળો ચાલતો હોય છે. હોળીના દિવસે કરવામાં આવતી આરતીનો લાભ અનેક ભક્તોએ લીધો હતો. પહેલા રસ્તા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે હવે મંદિર પરિસરમાં આ નાદ ગુંજી રહ્યો છે. દૂરદૂરથી ભક્તો રણછોડરાયના દર્શન કરવા માટે ડાકોર પહોંચી રહ્યા છે.
જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર
ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે હોળીની પૂનમે ડાકોર ભક્તોના ઘોડાપૂરથી ભરાઈ જતું હોય છે. અનેક ભક્તો ધજા લઈને ડાકોર પગપાળા જતા હોય છે. હોળીના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આરતીનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લેતા હોય છે. હોળીના દિવસે મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ધૂળેટીના દિવસે પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શનનો લાભ લેશે..
રસ્તામાં શ્રદ્ધાળુઓને અગવડ ના પડે તે માટે કરવામાં આવી વ્યવસ્થા
મહત્વનું છે કે ડાકોર રણછોડરાયજીને મળવા માટે અનેક લોકો પગપાળા જતા હોય છે. દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. ચાલી રહેલા ભક્તોને અગવડ ના પડે તે માટે રસ્તામાં અનેક કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. રસ્તામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ એસટી બસની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હોળીના દિવસે જ્યારે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલવામાં આવ્યા ત્યારે ભક્તો ભગવાનની ઝાંખી કરવા માટે આતુર થઈ ગયા હતા. જમાવટ પરિવાર તરફથી આપ સૌને પણ ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ...