દાહોદ - પ્રિન્સિપાલે 6 વર્ષની બાળકીને કર્યા અડપલાં કરી નાખી હત્યા! આ વાંચ્યા પછી તમને પણ થશે આવો નિર્લજ્જ આચાર્ય કોઈ પણ શાળાનો ના હોવો જોઈએ..!


  • Published By :
  • Published Date : 2024-09-23 17:02:22

પહેલા ધોરણમાં ભણતુ બાળક હસતુ રમતુ સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછુ જ ન આવે તો....રાત્રે ઘરે પહોંચે મૃતદેહ.... તો મા-બાપ પર શું વિતતુ હશે...છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની કે એક નિઃસાસો છુટી જાય કે ગમે તેટલો વિકાસ કરો. ગમે તેટલા સ્માર્ટ બનો.. માનસિક રીતે વિકાસ ન થાય તો બધુ નકામુ... મગજમાંથી વિકૃતી ન જાય તો બધુ નકામુ છે.... ક્યારેક સગો બાપ તો ક્યારેક પરિવારનો જ સભ્ય જ દિકરીઓ પર દુષ્કર્મ કર્યું એવા કિસ્સાઓ સામે આવ્યા... હવે બાપની ઉંમરનો શાળાનો આચર્ય પહેલા ધોરણમાં ભણતી બાળકી પર નજર બગાડે એના પર દુષ્કૃત્યનો પ્રયાસ કરે અને પછી બાળકી બૂમાબુમ કરે તો મારી નાંખે આ કેટલી હદે ઘૃણાજનક છે..... મહિલાઓ કે દિકરીઓને તો તમે તાલીમ આપી દેશો સ્વરક્ષણની નાની બાળકીઓને નરાધમોના ચુંગાલમાંથી કેવી રીતે બચાવવી આ સવાલ હવે દરેક મા-બાપને થવો જોઈએ.... 


સવારે શાળાએ ગઈ હતી પરંતુ પરત ફરી લાશ બની

આ ઘટનાની શરુઆત થાય છે બાળકીનો મૃતદેહ મળવાથી... દાહોદમાં ત્રણ દિવસ પહેલા પહેલા ધોરણમાં ભણતી બાળકીનો મૃતદેહ શાળામાંથી મળ્યો અને ગુજરાત ચોંકી ગયું.... સવારે હસતી-રમતી શાળાએ જવા નીકળેલી દિકરીની સાંજે લાશ મળી.... પોલીસ વિભાગ દોડતો થયો... અલગ અલગ10 ટીમ બનાવીને તપાસ શરુ કરી... 19 તારીખે દાહોદના સીંગવડના પીપળીયા ગામમાં આવેલી તોયણી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકોનો મૃતદેહ સાંજે 6 વાગ્યા આસપાસ મળ્યો.... 

જે તે સમયે હોસ્પિટલ પર પોલીસ સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.


પોલીસને શંકા ત્યારે ગઈ જ્યારે... 

19 તારીખે સવારે 10 વાગ્યા આસપાસ બાળકીની માતાએ શાળાના આચાર્ય ગોવિંદ નટ્ટ સાથે તેની કારમાં બાળકીને શાળાએ મોકલી... સાંજે મૃતદેહ મળ્યો.... પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પૂછપરછ કરી... તો આચાર્યએ કહ્યુંકે, હું ગાડીમાં બેસાડી બાળકીને શાળઆઓ લાવ્યો હતો પણ ગાડીમાંથી ઉતર્યા પછી એ ક્યાં ગઈ ખબર નથી.... હું તો મારા રોજના કામમાં લાગી ગયો.... શાળા છુટ્યા પછી હું ઘરે જતો રહ્યો.... આચાર્યના ઢોંગ પર પોલીસને શંકા ગઈ... પોલીસને આચાર્યની વાતો ગળે ન ઉતરી એટલે તેના મોબાઈલનું ટેકનિકલ એનાલિસીસ કર્યું...તો ખબર પડી કે બાળકીને જે જગ્યાએ એ શાળાએ લઈને આવ્યા એ રસ્તે રોજના સમય કરતા બનાવના દિવસે વધારે સમય લાગ્યો... 



આચાર્ય પોતે બાળકીના મૃતદેહને...

આચાર્યના કોલના રેકોર્ડના આધારે પોલીસે પ્રયુક્તિ સાથે પુછપરછ કરી અને આચર્યએ 3 દિવસ પછી કબુલ્યુ કે પોતાની ગાડીમાં બાળકીને બેસાડ્યા બાદ અડપલા કર્યા , છેડછાડ કરી.. બાળકી બૂમાબૂમ કરવા લાગી તો બાળકીનું મોઢુ અને નાક દબાવી દીધું એ બેભાન થઈ ગઈ... ત્યાર પછી કારની પાછળની સીટમાં બાળકીને મૂકીને શાળાએ લઈ ગયો... બાળકીને ગાડીમાં લોક કરી મૂકી રાખી હતી... શાળા છૂટ્યા પછી તરત જ આચર્ય પોતાની જાતે મૃતદેહને  શાળાના ઓરડા અને કમ્પાઉન્ડ વચ્ચેની દિવાલ વચ્ચે મુકી આવ્યો... કોઈને શક ન જાય એટલે ચપ્પલ અને સ્કૂલ બેગને ક્લાસરુમની બહાર મુકી દીધા... 



કારને ગોધરા લઈ ગયો અને....

બાળકીને મોતને ઘાટ ઉતાર્યા પછી આચાર્ય પૂરાવાનો નાશ કરવા કારને ગોધરા લઈ ગયો. અને ધોવડાવી દીધી.... આ પહેલા જ્યારે શાળાએ હતો ત્યારે જાણી જોઈને કારના કાચ ખુલ્લા રાખ્યા એટલે આવતા જતા બાળકો અને શિક્ષકો જોઈ શકે કે બાળકી સુતી છે... તો આચર્ય પોતે કહી શકે કે ગાડીમાં ક્યાંથી આવી એ મને ખબર  જ નથી... પોલીસે 30 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પુછપરછ કરી તો ખ્યાલ આવ્યો કે શાળાએ બાળકી આવી જ નહોતી. રિસેસમાં નાસ્તો કરવા પણ નથી આવી.... શિક્ષકોએ એ પણ કબુલ્યુ કે આચર્યની ગાડીમાં બાળકીને સૂતેલી જોઈ હતી.... 



3 દિવસે ગુન્હો કબુલ્યો...

પોલીસને ખોટા રસ્તે વાળવા આચાર્ય ગોવિંદ નટે ઢોંગ પણ કર્યો... પોલીસની આકરી પુછપરછ બાદ 3 દિવસે ગુનો કબુલ કર્યો અને હાલ પોલીસની કસ્ટડીમાં છે.... શિક્ષકનું કામ છે બાળકોમાં સદમૂલ્યોનું સિંચન કરવાનું પણ જ્યારે સિંચન કરનારના મગજમાં જ વિકૃતિ ભરેલી હોય તો એને સદમૂલ્યોનું ભાન કોણ કરાવશે... શિક્ષક વિદ્યાર્થીને ગરિમામય જીવન જીવતા શીખવાડે છે... સમાજનું જ્ઞાન આપે છે... ગુણવત્તાયુક્ત શિક્ષણ શાળામાંથી મળે છે.. પણ હવે તો શાળામાંથી મોત પણ મળે છે... બાળકને ભવિષ્યના ઉત્કૃષ્ટ માનવ બનાવવાનું કામ શિક્ષકનું છે... પણ એના અંદર જ જો હેવાનિયત ભરેલી હોય તો સમાજ કેમ સુધરશે.... 


આવા શિક્ષરકોને કડકમાં કડક સજા થવી જોઈએ.... 

સમગ્ર સમાજને શ્રેષ્ઠ કક્ષાનો બનાવવો હોય તો સૌ પ્રથમ ત્રણને શ્રેષ્ઠ બનાવવા પડે, માતા, પિતા અને શિક્ષક. કારણ કે સમાજ વ્યક્તિઓનો બનેલો છે અને વ્યક્તિ નિર્માણમાં સૌથી મહત્ત્વનું કાર્ય કરતું હોત તો એ આ ત્રણ લોકો જ છે. ક્યારેક માતા-પિતાને બાળક માટે સમય નથી.. ક્યારેક શિક્ષક પોતાની ફરજ ભૂલી જાય છે.. સમાજની આ એક વરવી વાસ્તવિકતા છે... દુષ્કર્મીઓ અને હેવાનો પણ આ જ સમાજમાંથી પેદા થાય છે... ફરક માત્ર એટલો છે કે દુષ્કર્મીઓ અને હેવાનો સમાજની વિકૃતિમાંથી પેદા થાય છે... ઓનલાઈનનો જમાનો, છાના ખુણે જઈને જોવાતી પોર્ન ફિલ્મો.... આ બધુ જ છે જે આવી વિકૃતિઓને પેદા કરે છે... સમાજની સામુહિક શક્તિઓ બહાર આવશે તો જ આ દુષણને ડામી શકાશે.... આવા હેવાનોને કડક સજા થશે તો સમાજમાં એક દાખલો બેસશે...



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.