દાહોદ પોલીસે જાનૈયાનો સ્વાંગ રચી રીઢા આરોપીને દબોચ્યો, LCBની કાર્યવાહીએ જિલ્લામાં ચર્ચા જગાવી


  • Published By :
  • Published Date : 2023-05-30 14:59:57

પોલીસને પણ ઘણીવાર રીઢા ગુનેગારોને ઝડપી લેવા માટે વિવિધ પ્રકારના સ્વાંગ રચવા પડતા હોય છે. જેમ કે દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા 144 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ આ ગુનેગારને ઝડપી લેવા માટે જાનૈયા બનીને તેના છુપાવાના સ્થળે ત્રાટકી હતી. વોન્ટેડ આરોપી બુટલેગર પીદીયા રતના સંગાડિયાને પકડી પાડતા પોલીસ કાર્યવાહીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.


પોલીસ જાનૈયા બની


દાહોદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી  પીદીયા રતના સંગાડિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે પોલીસે જાનૈયા બનીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી 144 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. આરોપીને પકડવા માટે LCB પોલીસે ડીજે જીપ, બાઈક સહિતના ખાનગી વાહનો તૈયાર કર્યા હતા અને આ વાહનો પર વર તથા કન્યા પક્ષના સ્ટીકરો લગાવ્યા હતા. PSI સહિત 23 જેટલા પોલીસકર્મીઓ જાનૈયા બનીને ઓપરેશનમાં જોડાયા હતા. પોલીસની આ અનોખી કાર્યવાહીએ સમગ્ર દાહોદ જિલ્લામાં ચર્ચા જગાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી પ્રયાસો કરી રહી હતી. 


144 ગુનામાં વોન્ટેડ છે આરોપી 


આરોપી પીદીયા રતના સંગાડિયા હિસ્ટ્રીશીટર છે, તેની સામે પોલીસ ચોપડે 144 ગુનાઓ નોંધાયેલા છે. આરોપીને પકડ્યા બાદ તેની સામે વધુ 9 જેટલા ગુનો હોવાનું સામે આવ્યું હતું. દાહોદ પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી તેને પકડવા માટે પ્રયત્નો કરી રહી હતી. અંતે પોલીસને ગુપ્ત બાતમી મળતા  23 જેટલા પોલીસકર્મીઓએ તેને પકડવા માટે કમર કસી હતી. આરોપની કોઈ પણ પ્રકારની શંકા ન જાય તે માટે તેમણે જાનૈયાનો સ્વાંગ રચ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.