Dahod : Gujaratમાં દારૂબંધીના લીરેલીરા, રાજાપાઠમાં આવેલા પોલીસકર્મીએ કર્યું ફાયરિંગ, સર્જાયો અફરા-તફરીનો માહોલ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-12 12:48:10

ગુજરાતમાં દારૂબંધી છે પંરતુ માત્ર કાગળ પર તે વાત આપણે સૌ જાણીએ છીએ. અવારનવાર એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ આપણને થાય કે ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે ત્યારે જે કિસ્સાઓ સામે આવતા હોય છે તે યાદ આવે છે. ત્યારે વધુ એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે જેમાં કોન્સ્ટેબલ ખુદ નશાની હાલતમાં દેખાયા હતા. નશાની હાલતમાં તો હતા જ પરંતુ તેમણે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું, જેને કારણે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. 

Dahod: Drunk police constable fired in Dahod Dahod:  દાહોદમાં દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે હવામાં કર્યું ફાયરિંગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

દારૂબંધી હોવા છતાંય અનેક લોકો દેખાય છે નશાની હાલતમાં 

આપણા રાજ્યને ડ્રાય સ્ટેટ કહેવામાં આવી છે. ડ્રાય સ્ટેટ એટલે એ જગ્ચા જ્યાં દારૂ નથી મળતું, દારૂ વેચવા પર પ્રતિબંધ હોય છે. પરંતુ ગુજરાતમાં કેટલું દારૂ વેચાય છે તે વાસ્તવિક્તા આપણને ખબર છે. અવાર-નવાર સમાચાર સામે આવતા હોય છે જેમાં ખબર પડે છે કે દારૂબંધીની કરી વાસ્તવિક્તા શું છે. દારૂબંધી હોવા છતાંય અનેક લોકો જાહેરમાં દારૂ પીને આવતા હોય છે. 


નશાની હાલતમાં પોલીસકર્મીએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ 

થોડા સમય પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં શિક્ષક નશાની હાલતમાં શાળાએ પહોંચ્યા હતા. પોલીસકર્મીઓ પણ નશાની અવસ્થામાં દેખાતા હોય છે. ત્યારે વધુ એક કિસ્સો દાહોદથી સામે આવ્યો છે જેમાં નશામાં તરબોળ કોન્સ્ટેબલ ઝડપાયો હતો. ચીક્કાર દારૂ પીને પોલીસ કોન્સ્ટેબલે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મળતી માહિતી અનુસાર પોલીસકર્મી વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે જે પોલીસકર્મીએ હવામાં ફાયરિંગ કર્યું છે તે દાદોહમાં કલેક્ટર કચેરીના ઈવીએમ વેર હાઉસના કમ્પાઉન્ડમાં ફરજ નિભાવતા હતા અને ફરજ પૂર્ણ કરી તે પરત ફરી રહ્યા હતા. 


દારૂની હેરફેર કરતા ઝડપાયા હતા પોલીસકોન્સ્ટેબલ 

મહત્વનું છે કે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી પોલીસની હોય છે. રાજ્યમાં કાયદાનું પાલન થાય તે માટે પોલીસને રાખવામાં આવતી હોય છે. પરંતુ જ્યારે કાયદાનું પાલન કરનાર જ કાયદાને તોડે ત્યારે? પોલીસ વિભાગમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જે પોલીસની છબીને બગાડી દેતા હોય છે. ગઈકાલે પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. સુરતના વાવ એસઆરપી કેમ્પના પોલીસ કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી કરતા પકડાયા હતા. બાતમીના આધારે દારૂની હેરાફેરી કરતા પોલીસ કોન્સ્ટેબલને પકડી લેવામાં આવ્યા હતા. કમાણીની લાલચમાં કોન્સ્ટેબલ બુટલેગર બન્યા હતા.             



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?