ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, ડીજેના તાલે દાંડિયા રાસ રમતો યુવક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 18:33:02

આજકાલ હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. એક સમયે માત્ર આધેડ વયના લોકોને જ હ્રદય રોગના હુમલાથી મોત થતા હતા. જો કે હવે તો યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. ગમે ત્યારે હાર્ટ એટેક આવતા એક હર્યો ભર્યો પરિવાર વિખેરાઈ જાય છે. જેમ કે દાહોદના દેવગઢ બારિયામાં દાંડિયા રાસ રમતાં યુવકનું હાર્ટ એટેક આવતાં મોત નિપજતાં ખુશીનો પ્રસંગ માતમમાં છવાઈ ગયો હતો. 


યુવાનને કઈ રીતે હાર્ટ એટેક આવ્યો?


દાહોદના દેવગઢ બારિયાના રમેશ વણઝારા ઈંટો-રેતી તેમજ જમીન લે-વેચનાવ વ્યવસાય સાથે સંકળાયેલાં હતા. રમેશભાઈના ઘરે પારિવારિક પ્રસંગ ચાલી રહ્યો હતો. તે દરમિયાન રાત્રીના સમયે ઘરમાં પારિવારિક પ્રસંગ હોવાથી ડીજેના તાલે રમેશભાઈ ઘરના એક સભ્ય સાથે દાંડિયા રાસ રમી રહ્યા હતા. તે દરમિયાન એકાએક રમેશભાઈ થાકી જતાં જમીન પર ઢીંચણના ટેકે બેસી ગયા હતા અને બાદમાં તેમનું મોત નિપજતાં પરિવારમાં આઘાત છવાઈ ગયો હતો. યુવકના મોતનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.



હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પણ તબીબોએ મૃત જાહેર કર્યા


રમેશભાઈ એકાએક જમીન પર ઢળી પડતા ઘરના અન્ય સભ્યો તરત જ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. હાર્ટ એટેકને કારણે રમેશભાઈનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું.




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...