Dahod : ચેકિંગ દરમિયાન જપ્ત કરાયેલા દારૂની પોલીસ સ્ટેશનમાંથી થઈ ચોરી, આ ઘટનાને અંજામ આપવામાં હતા આ લોકો સામેલ


  • Published By : Admin
  • Published Date : 2023-08-24 15:08:17

ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે આપણને ખબર છે. ગુજરાતમાં કરોડો રુપિયાનો દારૂ વેચાય છે. રાજ્યમાંથી ઘણી વખત દારૂ પકડાયા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદથી એક ઘટના સામે આવી છે જે આપણને વિચારવા માટે મજબૂર કરી દેશે. જપ્ત કરવામાં આવેલો દારૂ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરી થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી 916 દારૂની પેટીઓ રાખવામાં આવી હતી જેમાંથી અનેક દારૂની પેટીઓની ચોરી થઈ ગઈ છે.   

પોલીસ સ્ટેશનમાં રખાયેલા દારૂની થઈ ચોરી

રાજ્યમાં દારૂબંધી હોવાની વાતો કરવામાં આવે છે. ગુજરાતમાં દારૂબંધી છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીનો નિયમ કેટલો કારગાર છે તે આપણને ખબર છે. અનેક વખત ગુજરાતથી દારૂનો મોટો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા સ્ટેટ વિજિલન્સની ટીમે 44 લાખ જેટલા દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 20 ઓગસ્ટના દિવસે દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. અનેક દારૂની પેટીઓ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી, પરંતુ જ્યારે પેટીઓને ગણવામાં આવી ત્યારે તેમાંથી અનેક પેટીઓ ગાયબ થઈ ગઈ હતી. 916 વિદેશી દારૂની પેટીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

ચેકિંગ દરમિયાન 916 વિદેશી દારૂની પેટીઓ કરાઈ હતી જપ્ત 

સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો થોડા સમય પહેલા પીપલોદ પોલીસ સ્ટેશન હદમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરોડામાં એક ટ્રકમાંથી કુલ 916 વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી હતી.આ તમામ દારૂની પેટીઓ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી પણ પછી ખબર પડી કે દારૂની પેટીઓમાંથી કેટલીક પેટીઓની ચોરી થઇ ગઇ છે જ્યારે તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન 15 યુવાનોએ આ દારૂની ચોરી કર્યાનું સામે આવ્યુ અને તેમાથી 9 લોકોને પોલીસે ઝડપી લીધા પણ આ કોઈ નાની મોટી ચોરી ન હતી દારૂની 23 પેટી ગાયબ થઈ હતી.

દારૂની ચોરીમાં પોલીસજવાનો પણ હતા સામેલ  

આ મામલે જે લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પીપલોદ પોલીસ સ્ટેશનના 1 પોલીસ કોન્સ્ટેબલ , 7-GRD , 1-TRB , 2 મજુર 4-પબ્લીકના માણસો સહીત 15 વ્યક્તિઓ સામેલ છે. આ ચોરીને અંજામ આપવામાં અંદરના જ લોકોનો હાથ હતા. આ સમગ્ર ઘટનામાં જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટાફ દ્વારા CCTVની પણ તપાસ કરતા આ 15 લોકો સામે આવ્યા હતા બધા આરોપી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

નશાની હાલતમાં દેખાતા હોય છે અધિકારી  

મહત્વનું છે કે અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂ તો આસાનીથી મળી જ રહે છે. અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં દારૂ પીધેલી હાલતમાં પોલીસકર્મીઓ, શિક્ષકો તેમજ સરકારી અધિકારીઓ દેખાતા હોય છે. ત્યારે પોલીસ સ્ટેશનમાંથી દારૂની પેટીઓ ચોરી થઈ જવી, આ કિસ્સો ફિલ્મી સ્ટોરી જેવો લાગે છે પરંતુ સત્ય છે. દારૂ બંધી વાળા ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા દારૂની ચોરી થઈ જાય છે.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?