ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ત્યારે આજે ગણપતિ બાપ્પાની પ્રતિમા વિસર્જિત કરવામાં આવી રહી છે. ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્યાંક ગરબાનું આયોજન તો ક્યાંક ડાયરાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગઈકાલે દહેગામમાં ગણેશ મહોત્સવ દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું. બબાલ થતા ગણેશ પંડાલમાં તેમજ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર પાર્કિંગને લઈ આ મામલો બન્યો હતો.
દેહગામમાં ગણેશ પંડાલમાં થઈ મારામારી
અનેક જગ્યાઓ પર ગણપતિ બાપ્પાની મૂર્તિને લાવવામાં આવે છે. ભક્તિથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ અનેક જગ્યાઓ પર કરવામાં આવે છે. ત્યારે બુધવાર રાત્રે દેહગામમાં સરદાર શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં મારામારીની ઘટના બની છે. ગણેશ પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાનો આનંદ લેવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
ગણેશ પંડાલમાં વાહનોની કરાઈ તોડફોડ
ડાયરામાં અચાનક શાંતિ અશાંતિમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. મારામારી તેમજ તોડફોડ ગણેશ પંડાલમાં કરવામાં આવી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગાડી ચાલક ગાડી લઈને ગણપતિ પંડાલમાં આવી પહોંચ્યો હતો અને તોડફોડ કરવાની શરૂઆત કરી દીધી. લોકો પર હુમલો કરવાનો પ્રયાસ પણ તેના દ્વારા કરવામાં આવ્યો હતો.
પોલીસે આ મામલે હાથ ધરી તપાસ
આ મારામારી બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે કાર ચાલક દ્વારા લોકોને ઘાયલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તે બુટલેગર છે. ડાયરાના સ્થળ પર આવી કોઈ વ્યક્તિ પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગણેશ પંડાલમાં હાજર લોકો પર ગાડી ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. તો કોઈ એવું પણ કહી રહ્યું છે કે પાર્કિંગને કારણે આ મારામારી તેમજ તોડફોડ થઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.