રાણી એલિઝાબેથના નિધન પર મુંબઈના ડબ્બાવાલાઓએ શોક વ્યક્ત કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:41:32

બ્રિટેનના મહારાણીના અવસાન બાદ અનેક દેશોના વડાઓએ દુખ વ્યક્ત કર્યું છે. ત્યારે અંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલા એવા મુંબઈના ડબ્બાવાલાઓએ એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

ડબ્બાવાળા અને રાજપરિવાર વચ્ચેનો સંબંધ

ગુરૂવારના દિવસે ક્વિન એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થયું. 96 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા વિશ્વભરમાં શોકની લાગણી જોવા મળી હતી. ત્યારે બ્રિટિશ રાજપરિવાર સાથે અનેરો સંબંધ ધરાવતા એવા મુંબઈ ડબ્બાવાળાઓ પણ શોકમાં ડુબી ગયા છે. એસોસિએશનના ચેરમેન સુભાષ તાલેકરે કહ્યું કે જ્યારે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવ્યા હતા ત્યારથી તેમની સાથે સંબંધની શરૂઆત થઈ હતી. પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળા સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને તેઓ તેમના કામથી ખૂબ પ્રભાવિત થયા હતા.


ડબ્બાવાળાઓની આ શરતો માન્યા બાદ થઈ મુલાકાત 

આમ તો મોટા વ્યક્તિની શરતો પ્રમાણે મુલાકાત થતી હોય છે પરંતુ આ મુલાકાતમાં પ્રિન્સ ચાર્લ્સે ડબ્બાવાળાઓના શરતોને આધીન મુલાકાત કરી હતી. પહેલી શરત કે બધાને ટિફિન પહોંચાડ્યા બાદ બચેલા સમયમાં પ્રિન્સ સાથે મુલાકાત કરશે. ઉપરાંત પ્રિન્સ પોતે તેમને મળવા આવે. આ બન્ને શરતો માની પ્રિન્સે તેમની સાથે મુલાકાત કરી હતી અને કઈ રીતે આટલું મોટું નેટવર્ક ચલાવે છે તેનું નિરીક્ષણ કર્યું હતું. 

પ્રિન્સ ચાર્લ્સ અને કૈમિલાના લગ્નમાં ડબ્બાવાળાઓએ આપી હાજરી 

ડબ્બાવાળાઓની કામ પ્રત્યેની નિષ્ઠાને જોઈ પ્રિન્સ ચાર્લ્સ ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રિન્સ ચાર્લ્સે પોતાના લગ્નમાં ડબ્બાવાળાઓને નિમંત્રણ પાઠવ્યું હતું, તેમના લગ્નમાં 2 લોકોએ હાજરી આપી હતી. રાજસ્થાનના રાજવી પરિવારના પદ્મિની દેવી તેમજ ડબ્બાવાળાઓએ લગ્ન સમારંભમાં ભાગ લીધો હતો. ઉપરાંત પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન વખતે ડબ્બાવાળાઓએ પ્રિન્સને કુર્તો,પાયજામો અને મહારાષ્ટ્રીયન પાઘડી ભેટ આપી હતી. તેમજ મર્કેલને હાથની બનેલી સાડી ભેટમાં આપી હતી.



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.