કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ત્રાટકશે ચક્રવાત! જાણો વાવાઝોડાને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-02 16:22:27

થોડા સમય પહેલા રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે. ગુજરાતમાં ભલે હાલ ચોમાસુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં 6થી 9 જૂનમાં ચક્રવાત ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 


ચક્રવાતને લઈ હવામાન વિભાગે કરી આગાહી!

ચક્રવાત સક્રિય થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂક્કું રહેશે. આજ સાંજે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. 

  

આ જગ્યાઓ પર વરસશે વરસાદ!

આગાહી મુજબ 2 અને 3 જૂને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. ત્રણ જૂનના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા વિસ્તારમાં વરસાદ થશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં 4 જૂને વરસાદ વરસી શકે છે. જ્યારે પાંચ જૂને પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મહત્વનું થે કે આ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ થયો હતો. ત્યારે કમોસમી વરસાદ બાદ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે.   




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...