ગરમીથી થોડા દિવસોની અંદર છૂટકારો મળી શકે છે.. કારણ કે કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે.. કેરળમાં મોનસુન પ્રવેશી ગયું છે એટલે થોડા દિવસોની અંદર ગુજરાતમાં પણ વરસાદનું આગમન થઈ જશે.. કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે પરંતુ આગામી દિવસોમાં આના કરતા વધારે ગરમીનો પારો ઘટશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.. અનેક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જેને કારણે ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. પરંતુ અનેક જગ્યાઓનું તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાયું અથવા તો તેનાથી નીચે નોંધાયું છે...
શું કહે છે હવામાન વિભાગની આગાહી?
વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા છે.. આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક જગ્યાઓનું તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાતું હતું પરંતુ ધીરે ધીરે તાપમાન ઘટી રહ્યું છે.. ગુરૂવારે સૌથી વધારે તાપમાન અમદાવાદનું નોંધાયું હતું અને તે હતું 43.7 ડિગ્રી. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે મુજબ બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર તેમજ કચ્છમાં વંટોળ આવી શકે છે.. ભારે પવન ફૂંકાવવાની સંભાવનાઓ રહેલી છે..
ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું, ડીસાનું તાપમાન 40 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરનું તાપમાન 42.7 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.3 જ્યારે સુરતનું તાપમાન 34.8 ડિગ્રી નોંધાયું હતું.. કંડલા એરપોર્ટનું તાપમાન 35.2 ડિગ્રી જ્યારે અમરેલીનું તાપમાન 40.1, ભાવનગરનું તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે.. પોરબંદરનું તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું જ્યારે રાજકોટનું તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું.. સુરેન્દ્રનગરનું તાપમાન 43.7 ડિગ્રી જ્યારે કેશોદનું તાપમાન 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ તે અમને કમેન્ટમાં જણાવજો..