દિવાળી ટાળે ચક્વાતની આગાહી, સિતરંગ વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં હાઈ એલર્ટ


  • Published By :
  • Published Date : 2022-10-23 14:11:00

દેશ પર વધુ એક વાવાઝાડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળના દક્ષિણ-પૂર્વી મધ્ય બંગાળની ખાડીની આસપાસનાં વિસ્તારમાં ચિંતાજનક હવાઈ દબાણ વધ્યું છે. જેના લીધે 24 ઑક્ટોબર સુધી પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર વાવાઝોડાની આશંકા છે અને એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. 


હવામાન વિભાહે જાહેર કરી ત્રણેય એલર્ટ


હવામાન વિભાગે આ સિતરંગ વાવાઝોડાંને ધ્યાનમાં લઇને કેટલીક જગ્યાએ રેડ, ક્યાંક ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ જારી કરેલ છે. સિતરંગ વાવાઝોડું બંગાળની સીમા પાસેથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરશે તો તેની ઝડપ 80-90 કિમી પ્રતિ કલાક જેટલી રહેશે અને ગસ્ટિંગ સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડું 25 ઑક્ટોબરની સવારે બાંગ્લાદેશ કોસ્ટમાં તિનોકાના દ્વીપ અને સાન દ્વીપની વચ્ચેથી પસાર થશે.  


ભારે વરસાદની આગાહી


સિતરંગ વાવાઝોડાના પગલે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળનાં ઉત્તર અને દક્ષિણ 24 પરગનાંમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. ઉત્તર આંદામાન સમુદ્ર, દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી ઉપર નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું કે, આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વાવાઝોડું 25 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. તે ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સમાન વરસાદની સંભાવના કરી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?