ચક્રવાત 'મોચા' ગંભીર ચક્રવાતનું લેશે રૂપ! વાવાઝોડાના એલર્ટને જોતા પશ્ચિમ બંગાળમાં NDRFની ટીમ કરાઈ તૈનાત!


  • Published By :
  • Published Date : 2023-05-12 10:29:52

ચક્રવાત મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. ચક્રવાતી તૂફાન આજે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. ગુરૂવાર સાંજથી ચક્રવાતે ગંભીર રૂપ ધારણ કરી લીધું હતું ત્યારે પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાઓ વહેશે તેવી આગાહી કરી છે. આ ચક્રવાત બાંગ્લાદેશ મ્યાંમાર તરફ આગળ વધી રહ્યું છે. એક અનુમાન અનુસાર મોચા 12મેના રોજ ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ ગંભીર ચક્રવાતમાં રૂપાંતરિત થશે. એનડીઆરએફની 8 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે.


ચક્રવાતને કારણે અંદમાન અને નિકોબારમાં વરસશે વરસાદ!

દેશના અનેક રાજ્યોમાં ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ વરસી રહ્યો હતો. મે મહિનામાં ચોમાસા જેવી સિઝનનું નિર્માણ થયું હતું. ત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી હતી. આઈએમડીની ચેતવણીને લઈ પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. હવામાન એજન્સીએ ગુરૂવારે ચક્રવાતી તોફાન મોચાને ધ્યાનમાં રાખીને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો અને અંદમાન અને નિકોબાર ટાપુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત મધ્ય બંગાળીની ખાડીમાં પણ ચક્રવાતને કારણે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.        



એનડીઆરએફની ટીમને કરાઈ તૈનાત!  

ચક્રવાતને લઈ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 13 મેની સાંજે ચક્રવાત આક્રામક બની શકે છે અને દક્ષિણપશ્ચિમ બાંગ્લાદેશ અને મ્યાનમારના વચ્ચે આવેલા દરિયા કિનારા પર ત્રાટકી શકે છે. જ્યારે ચક્રવાત ગંભીર રૂપ લેતું હશે ત્યારે હવાની ગતિ 140-150 કિલોમીટર પ્રતિકલાકે વહી શકે છે. ત્યારે વાવાઝોડાને જોતા પશ્ચિમ બંગાળમાં આઠ જેટલી એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.