Cyclone Michaungને લઈ દેશના અનેક રાજ્યો માટે જાહેર કરાયું Alert, નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાશે ચક્રવાત! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-05 09:22:49

મોસમ શિયાળાની છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના અનેક રાજ્યોમાં ચક્રવાત મિચોંગને કારણે વરસાદી ઝાપટા આવી રહ્યા છે. ચક્રવાતને કારણે ભારતના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક રાજ્યોમાં વરસાદને લઈ જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદ તબાહી મચાવી રહ્યો છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે ચક્રવાત મિચોંગ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે.

 

ચક્રવાતને લઈ દેશના અનેક રાજ્યોમાં એલર્ટ કરાયું જાહેર

દેશનું વાતાવરણ દિવસેને દિવસે પલટાઈ રહ્યું છે. વરસાદ ગમે ત્યારે વરસી શકે છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. ચોમાસાની સિઝનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જોઈએ તેવો વરસાદ નથી આવતો પરંતુ શિયાળામાં અથવા તો ઉનાળામાં કમોસમી વરસાદ જનજીવનને અસ્તવ્યસ્ત કરી દે છે. ત્યારે દેશના અનેક રાજ્યો પર ચક્રવાત મિચોંગનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ચક્રવાતને કારણે વરસાદ ખૂબ વધારે તેજ બન્યો છે. દિલ્હીથી લઈ તમિલનાડુ સુધી વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મિચોંગને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળ પણ એલર્ટ પર છે.    

અનેક ટ્રેનો કરાઈ રદ્દ!

ચક્રવાતને લઈ હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાત મિચોંગને કારણે દેશના ત્રણ રાજ્યો પર સંકટ વધ્યું છે. બંગાળની ખાડી પર બનેલું ચક્રવાત મિચોંગ આજે એટલે કે 5 ડિસેમ્બરે નેલ્લોર અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ટકરાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ ચક્રવાતને કારણે તમિલનાડુની અનેક શાળામાં રજા જાહેર કરવામાં આવી, ચેન્નાઈ જતી ફ્લાઈટ તેમજ ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે.

મધ્યમથી હળવા વરસાદની સંભાવના કરાઈ છે વ્યક્ત 

પૂર્વ તેલંગાણા તેમજ ઓડિશાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવી પણ અનેક જગ્યાઓ છે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ ચક્રવાતની અસર તમિલનાડુ, કર્ણાટક, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢના ભાગો તેમજ દક્ષિણ ઝારખંડના અનેક ભાગો પર થઈ શકે છે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?