બિપોરજોય નામના વાવઝોડાનું સંકટ ગુજરાત પર તોળાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ દરિયો ગાંડોતુર બન્યો હતો. ભારે પવન ફૂંકાવવાને કારણે અનેક સ્થળોથી વિનાશના દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક વૃક્ષો ધરાશાયી થયાં, અનેક વીજપોલો તૂટી પડ્યા હતા. અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લેન્ડફોલ થયાં બાદ દરિયાકાંઠાની પરિસ્થિતિ અત્યંત ભયાનક જોવા મળી હતી. પોરબંદર, દ્વારકા તેમજ જખૌમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
#WATCH | Trees uprooted due to strong wind in Jamnagar after cyclone 'Biparjoy' made landfall along the Gujarat coast yesterday
— ANI (@ANI) June 16, 2023
(Morning visuals from Kalavad-Dhoraji Highway) pic.twitter.com/94ZthdR6N8
કચ્છમાં વરસ્યો હતો ધોધમાર વરસાદ!
ગુજરાત પર બિપોરજોયનું સંકટ તોળાઈ રહ્યું હતું. ઘણા દિવસોથી સમાચાર લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા કે માત્ર આટલા કિલોમીટર જ બિપોરજોય દૂર છે. વાવાઝોડાને લઈ સતત અપડેટ આપવામાં આવતી હતી. લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે ગઈકાલ રાત્રે બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બિપોરજોય ટકરાયા બાદ પણ ગુજરાત માટે આગામી કલાકો ભારે છે તેવી આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વાવાઝોડાને કારણે વરસ્યો હતો. કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માત્ર 2 કલાકની અંદર 78 મિમી વરસાદ વરસ્યો હતો. તે સિવાય અનેક જિલ્લાઓ એવા હતા જ્યાં માત્ર થોડા સમયમાં જ ઘણો વરસાદ વરસી ગયો હતો.
આટલા વૃક્ષો તેમજ વીજપોલ થયા ધરાશાયી!
વાવાઝોડું પસાર થયું તે બાદ બિપોરજોયે કેટલો વિનાશ સર્જ્યો તે અંગેની માહિતી રાહત કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. નિવદેન આપતા તેમણે જણાવ્યું કે વાવાઝોડાને કારણે 940 ગામોમાં વીજપોલ ધરાશાયી થયા છે. જેને કારણે અનેક ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે. વીજ પુરવઠો ફરી શરૂ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. તે સિવાય વાવાઝોડાને કારણે 524 વૃક્ષો જમીનદોસ્ત થયા છે. ઉપરાંત 23 પશુઓના મોત પણ નિપજ્યાં છે. મળતી માહિતી અનુસાર જામનગરમાં 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મુખ્યમંત્રી પણ વાવાઝોડાને લઈ સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરવાના છે. મહત્વનું છે વાવાઝોડાને કારણે કેટલો વિનાશ થયો તે સર્વે કરાયા બાદ જ ખબર પડશે.