બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે દ્વારકામાં જગત મંદિરનાં શિખર પર અડધી પાટલીએ ધજા ફરકાવાઈ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-11 19:52:54

'બિપોરજોય વાવાઝોડું' સૌરાષ્ટ્રના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું દ્વારકા અને પોરબંદર સહિતના ગુજરાતના દરિયા કાંઠાને ઘમરોળે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક તરફ કોસ્ટ જિલ્લાના કલેક્ટરો દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ દ્વારકા સ્થિત જગતમંદિર પ્રશાસન દ્વારા સુરક્ષાના ભાગરુપે મંદિર પર અડધી પાટલીએ ધજા ચડાવવામાં આવી છે. હકીકતમાં દ્વારકા મંદિર શિખર પર દરરોજ 5 વખત 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. આજે બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાવવાની શક્યતાને જોતા દ્વારકાધીશ મંદિર વહીવટી તંત્ર દ્વારા મંદિરના શિખર પર અડધી કાઠીએ ધજા ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


150 ફૂટ ઊંચા શિખર ધ્વજારોહણ


અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના મોટાભાગના મંદિરોમાં ધજા ચઢાવવા માટે સીડી હોય છે, પરંતુ દ્વારકા મંદિરમાં આજે પણ પરંપરા મુજબ અબોટી બ્રાહ્મણો જ ધજા ચઢાવે છે. આ માટે પાંચથી 6 પરિવારો છે, જેઓ વારાફરતી મંદિર પર રોજની 5 ધજા ચઢાવવાનું કામ કરે છે. તેઓ જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર જાતે ચડીને ધજા ફરકાવે છે. ખાસ કરીને ચોમાસા અને વાવાઝોડા દરમિયાન તોફાની પવન હોય, ત્યારે મંદિરના શિખર પર ધજા ચડાવવાનું કામ જોખમી થઈ જાય છે. જો કે આવા કપરા સમયે પણ અબોટી બ્રાહ્મણ ધજા ચડાવવાનું ચૂકતા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે કે, અગાઉ તૌકતે વાવાઝોડા સમયે તેમજ ગત વર્ષે જુલાઈ મહિનામાં મેઘ તાંડવ સમયે પણ દ્વારકાના જગત મંદિરમાં ધજા અડધી કાઠીએ ચડાવવામાં આવી હતી.


શા માટે અડધી પાટલીએ ધજા ચઢાવાય છે?


દ્વારકા મદિરમાં જે ધજા અડધે ચઢે છે તેને અડધી પાટલીએ પાટલીએ ધજા કહેવાય છે. મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે ધજા ચઢે તો છે પણ પાંચ ફૂટ નીચે છે. કારણ કે, ધજા ચઢાવવા ન તો કોઈ સીડી છે, ન તો કોઈ સાધન છે. અબોટી બ્રાહ્મણો મંદિર પર જાતે 150 ફૂટ ઊંચે ચઢે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. અબોટી બ્રાહ્મણોની કૃષ્ણ ભક્તિ એવી અનન્ય છે કે તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. અત્યાર સુધી માત્ર એક જ વાર અકસ્માત થયો હતો કે, ધજા ચઢાવતા સમયે બ્રાહ્મણ નીચે પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને સેફ્ટીના સાધનો પણ આપવામા આવ્યા છે. છતાં એ લોકો કોઈ સેફ્ટીનો ઉપયોગ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે, પ્રભુ તેમની રક્ષા કરે છે. માત્ર એક જ વાર અકસ્માત થયો છે. તે જોખમી કહેવાય, પણ વિષય આસ્થાનો છે. પરંપરા અટકતી નથી, ગમે તેવા તોફાનમાં પણ દિવસમાં પાંચ વખત ધજા નિયમિત ચઢે જ છે. ધજા ચઢાવતા સમયે અબોટી બ્રાહ્મણ લપસી ન જાય તે માટે થોડી નીચે ધજા ચઢાવાય છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?