બિપોરજોય વાવાઝોડાના પગલે આ જિલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર, કચ્છના યાત્રાધામો પણ રહેશે બંધ


  • Published By :
  • Published Date : 2023-06-13 14:20:58

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. વાવાઝોડું તીવ્ર ગતિએ સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિપોરજોય વાવાઝોડાની ભયાનકતા જોતા અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. બિપરજોય ચક્રવાતના પગલે જામનગરમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. 


જામનગરમાં 3 દિવસ શાળાઓમાં રજા 


જામનગર શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. 13, 14 અને 15 તારીખ સુધી તમામ શાળાઓ રજા રહેશે. શાળાઓમાં બાળકો માટે રજા છે જ્યારે સ્ટાફે ફરજિયાત શાળાઓમાં હાજર રહેવું પડશે. ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે જામનગર શિક્ષણાધિકારીએ આ નિર્ણય લીધો છે.  


જૂનાગઢમાં પણ શાળાઓ રહેશે બંધ


વાવાઝોડાને પગલે જુનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન રજા જાહેર કરાઈ છે. રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે. વાવાઝોડાની આગાહી સંદર્ભે તકેદારીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


મોરબીમાં શાળામાં રજા


બિપોરજોય વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 13/06/2023 રજા જાહેર કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ કર્મચારીઓએ ફરજ પર હાજર રહેવાનું રહેશે. 14/06/2023 અને તા.15/06/2023 ના રોજ પણ શાળાઓમાં રજા રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સૂચના બહાર પાડવામાં આવી છે.


રાજકોટ જિલ્લાની સ્કૂલો પણ બંધ રહેશે


આ પહેલા રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી, જૂનાગઢ જિલ્લામાં પણ વાવાઝોડાની અસરના પગલે રજા જાહેર કરવામાં આવી છે.


કચ્છમાં પણ શાળામાં રજા


કચ્છની તમામ શાળાઓ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં આગામી 13 જૂન થી 15 જૂન સુધી શાળા-કોલેજ બંધ રહેશે.


કચ્છના યાત્રાધામો રહેશે બંધ


બિપોરજોય વાવાઝોડાની સંભવિત લેન્ડફોલની શક્યતાના કારણે કચ્છના બે યાત્રાધામ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આગામી 15 જૂન સુધી નારાયણ સરોવર તેમજ કોટેશ્વર મંદિર બંધ રહેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?