બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાન માટે કેન્દ્રએ 700 કરોડની સહાય હજુ સુધી નથી ચૂકવી, સરકારે વિધાનસભામાં આપ્યો જવાબ


  • Published By :
  • Published Date : 2023-09-13 20:24:35

ગુજરાતમાં ત્રાટકેલા વિનાસકારી બિપરજોય વાવાઝોડાને કોણ ભૂલી શકે? આ ઝંઝાવાતી વાવાઝોડાએ કચ્છ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વિનાસ વેર્યો હતો. જુન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે કરોડો રુપિયાનું નુકશાન થયું હતું. હજારો પાલતુ પશુઓના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અનેક વિજ પોલ અને મકાનો ધરાશાયી થયા હતા. વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (IMCT) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમોએ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 700 કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્રએ રાજ્ય સરકારને હજી સુધી કોઈ સહાય ચૂકવી નથી.  કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કોઈ આર્થિક મદદ કરી નથી. ગુજરાત સરકારે વિધાનસભા ગૃહમાં આ અંગે લેખિતમાં જવાબ આપ્યો હતો. નોંધવા જેવી બાબત એ છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની ડબલ એન્જિનની સરકારમાં ગુજરાત અન્યાય થઈ રહ્યા છે. 


કેન્દ્ર સરકાર તરફથી ન મળી સહાય


ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવા આકરા સવાલો કર્યા હતા. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો હતો કે, બિપરજોય વાવાઝોડામાં ગુજરાતને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્યને કેટલી મદદ કરી છે. ગેનીબેન દ્વારા પુછવામાં આવેલા આ સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 700 કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્ર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી. ગુજરાત સરકારે 18મી જુલાઈ 2023ના રોજ મેમોરેન્ડમથી કેન્દ્ર પાસે સહાય માગી હતી. આજ દિવસ સુધી કેન્દ્ર સરકાર તરફથી કઈ મળ્યું ન હોવાનો સરકારે ખુલાસો કર્યો છે.


કેટલું થયું હતું નુકશાન?


રાજ્યના બિપરજોય પ્રભાવિત જિલ્લાઓમાં 400 કેવી, 220 કેવી અને 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો. આ ઉપરાંત 66 કેવીના 243 સબસ્ટેશનનો વીજ પુરવઠો પણ આ વાવાઝોડા દરમિયાન બંધ થયો હતો.વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન થયું હતું. તે જ રીતે  વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, પાણીમાં ફસાવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1320 પશુઓ અને 1907 મરઘાના મૃત્યું થયા હતા. 


રાજ્ય સરકારે કેશડોલ્સની ચૂકવણી કરી હતી


રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત કરી હતી. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય, આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી હતી. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?