વિનાશક વાવાઝોડું બિપોરજોય ગુજરાતના સમુદ્ર કિનારા તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત આ જ રાત સુધી કચ્છના જખૌ બંદર પર ત્રાટકી શકે છે. હવામાન વિભાગે ભારે નુકાસાનની આશંકા વ્યક્ત કરી છે. આ જ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જ કારણે કોઈ પણ સ્થીતીને પહોંચી વળવા માટે NDRFની અનેક ટીમે તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફના વિંગ કમાન્ડર એન.મનીષનું કહેવું છે કે ગુજરાત ઉપરાંત અનેક જગ્યા પર રાહતકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
हमने गुजरात में 15 जहाज तैयार रखे हैं। 7 एयरक्राफ्ट भी तैयार हैं। लैंडफॉल की संभावना के चलते 27 आपदा प्रबंधन टीम भी तैयार की गई हैं। हम राज्य सरकार के साथ निरंतर संपर्क में हैं: ए.के. हरबोला, इंस्पेक्टर जनरल, कमांडर कोस्ट गार्ड रीजन-नॉर्थ वेस्ट
#CycloneBiparjoy pic.twitter.com/QX8HaQ85Ox
— ANI_HindiNews (@AHindinews) June 15, 2023
ત્રણેય સેનાઓ સુસજ્જ
हमने गुजरात में 15 जहाज तैयार रखे हैं। 7 एयरक्राफ्ट भी तैयार हैं। लैंडफॉल की संभावना के चलते 27 आपदा प्रबंधन टीम भी तैयार की गई हैं। हम राज्य सरकार के साथ निरंतर संपर्क में हैं: ए.के. हरबोला, इंस्पेक्टर जनरल, कमांडर कोस्ट गार्ड रीजन-नॉर्थ वेस्ट
#CycloneBiparjoy pic.twitter.com/QX8HaQ85Ox
ભયાનક વાવાઝોડામાંથી લોકોને બચાવવામાં આર્મી, એરફોર્સ અને નેવી તથા કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર છે. એરફોર્સે NDRFના જવાનો સાથે મળી સ્થાનિક લોકોને સ્થળાંતર કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તે જ પ્રકારે ઈન્ડિયન નેવીએ પણ 4 જહાજોને તૈનાત કર્યા છે. સુચના મળતા જ રાહત અને બચાવ કામગીરીમાં લાગી જશે. નેવીએ પોરબંદર અને ઓખામાં પાંચ રાહત દળ, વાલસુરામાં 15 રાહત દળ તૈનાત કર્યા છે. તે જ ઉપરાંત ગોવામાં આઈએનએસ હંસા અને મુંબઈમાં આઈએનએસ શિકરામાં તૈનાત હેલિકોપ્ટર ગુજરાતમાં તાત્કાલિક લોકોને પરિવહન સેવા આપવાના કાર્યમાં લાગી જશે.