બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને પગલે રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર બિપોરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ છે. દરિયા વચ્ચે બિપોરજોય વાવાઝોડાને લઈને તમામ ગતિવિધિઓ ઉપર રાજ્ય સરકાર બાજ નજર રાખી રહી છે. વાવાઝોડાની ભયાનક્તા જોતા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં મરીન કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે.
28 ગામો પર વાવાઝોડાનો ખતરો
વલસાડ જિલ્લાના 28 ગામો પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. સમુદ્ર કિનારાના 28 ગામોમાં મરીન કમાન્ડોની ટીમ સતત પેટ્રોલિંગ કરશે. વલસાડના તિથલ બિચ પર પણ મરિન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.
મંત્રી કનુભાઈ દેસાઈ રાખી રહ્યા છે નજર
વલસાડ જિલ્લા બિપોરજોય વાવાઝોડાની ભયાનક અસરને લઈ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે આજ રોજ વલસાડના તિથલ દરિયા કિનારે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ મુલાકાત લીધી હતી. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના સુપ્રસિધ્ધ તિથલ બીચની મુલાકાત લીધી હતી.