રાજ્યમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. જો કે હવે તો મહિલાઓ સાથે પણ સાયબર ક્રાઈમના કેસ વધ્યા છે. લોકસભામાં આ અંગે સરકારે જાણકારી આપી હતી, સરકારના આંકડા પ્રમાણે વર્ષ 2019ની તુલનામાં હાલ ગુજરાતમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમ રેટ 25 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં મહિલાઓ સામે ગુના વધ્યા
કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 2019માં દેશમાં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના કેસ 8415 નોંધાયા હતા. જે વર્ષ 2020માં 10405 અને વર્ષ 2021માં તે 10730 નોંધાયા છે. આ જ પ્રકારે ગુજરાતમાં પણ મહિલા સાથે સાયબર ગુના 25 ટકા ગુના વધ્યા છે.
ગુજરાતમાં શું સ્થિતી છે?
સરકારે આપેલી જાણકારી મુજબ ગુજરાતમાં મહિલાઓ સામે વર્ષ 2019માં મહિલાઓ સામે સાઈબર ક્રાઈમના 226 કેસ નોંધાયા હતા. વર્ષ 2020માં તે 277 કેસ હતા. જે 2021માં વધીને 349 કેસ થઈ ગયા છે.ત્રણ વર્ષમાં મહિલાઓ સામેના સાઈબર ક્રાઈમના કુલ 852 કેસ નોંધાયા છે. જેમાં 836ની વ્યક્તિઓની ધરપકડ થઈ છે. સાયબર ગુનાને લઈ માત્ર એક વ્યક્તિને વર્ષ 2021માં સજા મળી છે.