અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ બિરાજમાન થવાની છે. જોરશોરથી આને લઈ તૈયારી ચાલી રહી છે. રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3 હજાર જેટલી અરજીઓ મળી હતી. રામમંદિરના મહંત તરીકે જેમની પસંદગી કરવામાં આવી છે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે! અનુસુચિત જાતિના પ્રદેશ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હિતેન્દ્ર ભાઈએ ફસબૂક પર એક અભદ્ર ફોટો મૂક્યો, શેર કર્યો હતો અને તેના પર કેપ્શન લખ્યું કે " શું આને રામ મંદિરના પૂજારી બનાવી રહ્યા છે?" અને આ પોસ્ટના કારણે સાયબર ક્રાઇમે હિતેન્દ્ર પીઠડીયાની ધરપક કરી છે
હિતેન્દ્ર પીઠડીયાએ પોસ્ટ શેર કરતા લખ્યું
સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડિયાએ રામ મંદિરના પૂજારીને લઈ અપમાનજનક પોસ્ટ કરી હતી. મળતી માહિતી અનુસાર એક વ્યક્તિને મહિલા સાથે બિભત્સ રીતે દેખાડી રામ મંદિરના પૂજારી તરીકે દર્શાવવામાં આવ્યા. બિભત્સ ફોટો વાયરલ થયા બાદ સાયબર ક્રાઈમે આ મામલે કોંગ્રેસ નેતાની ધરપકડ કરી છે. હિતેન્દ્ર પીઠડીયાએ પૉસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, શું આને અયોધ્ય રામ મંદિરનો પૂજારી બનાવી રહ્યાં છો ? પૉસ્ટ કરાયેલી આ તસવીરમાં રામ મંદિરના પૂજારીને એક મહિલા સાથે બિભત્સ રીતે બતાવવામાં આવ્યા હતા. નેતા વિરૂદ્ધ સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. કોઈ વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે આ પ્રકારે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવી સાયબર ક્રાઈમ ગણાય છે.સાથેજ મહિલાને બદનામ કરવાના તથા ધાર્મિક લાગણી દુભાવા અંગેના આરોપો પણ તેમના પર લાગ્યા છે