Cutting Vaato : શાળા ન જવા ઈચ્છતી રીનાને Devanshi Joshi શાળા મૂકી આવ્યા, સાંભળો રીનાના પરિવારની કહાણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-15 16:14:27

સારી શિક્ષા મેળવવી એ બાળકનો અધિકાર છે. એ બાળક ગરીબ પરિવારથી હોય કે પછી શ્રીમંત પરિવારથી હોય. અનેક બાળકો એવા હોય છે જેમની પાસે દરેક સુખ સુવિધાઓ હોય છે પરંતુ તેમને ભણવાનો કંટાળો આવતો હોય છે, તો બીજી તરફ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે અથવા તો સુવિધા ન હોવાને કારણે બાળકો ભણી નથી શક્તા. બાળકોના હાથમાં દેશનું ભાવિ રહેલું છે. બાળકોને જેટલા શિક્ષિત કરીશું તેટલો જ આપણો દેશ પ્રગતિના પંથે અગ્રેસર થશે.

મકાઈ વેચતા પરિવાર સાથે દેવાંશી જોષીએ કરી હતી કટિંગ વાતો      

દેશવાસીઓ આજે દેશભક્તિના રંગમાં રંગાયા છે. અનેક જગ્યાઓ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. શાળાઓમાં તો આ દિવસે વિશેષ આયોજનો કરવામાં આવતા હોય છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેવાંશી જોષીએ એક સ્ટોરી કરી હતી. કટિંગ વાતો શોમાં તેમણે એવા પરિવાર સાથે વાત કરી હતી જે મકાઈ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પુરૂષો હાજર હોવા છતાંય મહિલાઓને કમાવું પડે છે. મહિલા પગભર બની છે પરંતુ તેમની કમાણી પતિ દારૂમાં ઉડાવી દેતા હતા.

સ્વતંત્રતા દિવસ પર રીનાને શાળા મૂકી આવ્યા દેવાંશી જોષી 

સૌથી વધારે આ સ્ટોરીમાં આશ્ચર્યની વાત એ હતી કે શાળામાં એડિમશન હોવા છતાંય રીના નામની દીકરી શાળાએ જતી ન હતી. દેશ તો આઝાદ થઈ ગયો પરંતુ આ લોકોને ગરીબીમાંથી મુક્તિ નથી મળી. ભણવાની સુવિધા હોવા છતાંય તેને ભણવામાં રસ નથી. તેને પણ પોતાનું જીવન જાણે મજૂરીમાં વિતાવવું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સ્વતંત્રતા દિવસ પર દેવાંશી જોષી તે બાળકીને સ્કૂલે લઈ ગયા હતા. નાની શરૂઆત કરવામાં આવી છે. રીના આગળ સ્કૂલે જશે કે નહીં તે ખબર નથી, પરંતુ જો તો તેના પરિવાર માટે સુખરૂપ સાબિત થશે. તેના પરિવારની પરિસ્થિતિ જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે તે માટે જો રીના ભણે તો તેના માટે અને તેના પરિવાર માટે સારૂ સાબિત થઈ શકે છે. 


દરેક બાળકને સારી શિક્ષા મેળવવાનો અધિકાર 

જ્યારે રીનાને શાળામાં લઈ જવામાં આવી ત્યારે આઝાદી પર્વની ઉજવણી ચાલી રહી હતી. શાળામાં ધ્વજારોહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ આઝાદીનો પર્વ રીનાની જીંદગી માટે પેઢી દર પેઢીની જે પરંપરા રહી છે મજૂરી કરવાની તેનાથી આઝાદ થઈ શકે. શિક્ષા દરેક બાળકનો અધિકાર છે, જો બાળક સારૂ શિક્ષણ મેળવશે તો સમાજ અને દેશ આગળ વધશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?