દેશની આર્થિક રાજધાની મુંબઈમાં નશીલા દ્રવ્યો કારોબાર ફૂલીફાલી રહ્યો છે. આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના કસ્ટમ વિભાગે વિદેશી મુસાફરને 5 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો છે. આરોપી એક ટ્રોલી બેગમાં 5 કિલો હેરોઈન લઈને એરપોર્ટ પર પહોચ્યો હતો. આ ટ્રોલીમાં તપાસ કરતા તેની પાસેથી 34 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું.
The customs department of Mumbai Airport arrested a foreign passenger with 5 kilos of heroin, valued at Rs 34 crore. Accused arrested: Customs pic.twitter.com/1RehsgrLC7
— ANI (@ANI) October 2, 2022
આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી
The customs department of Mumbai Airport arrested a foreign passenger with 5 kilos of heroin, valued at Rs 34 crore. Accused arrested: Customs pic.twitter.com/1RehsgrLC7
— ANI (@ANI) October 2, 2022મુંબઈ કસ્ટમ ઝોન-III એ રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) 1985 હેઠળ 34.79 કરોડ રૂપિયાની કિંમતનું 4970 ગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. આ કેસમાં એક વિદેશી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પ્રતિબંધિત પદાર્થ આરોપીની ટ્રોલી બેગની અંદર ખાસ બનાવેલા પોલાણમાં છુપાવવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.