હજી સુધી આપણે ડાયરામાં કલાકારો પર પૈસા ઉડાવતા માણસોને જોયા છે. ડાયરામાં પૈસા ઉડાવે ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગશે કે માણસ પોતાની મર્યાદા ઓળંગી રહ્યો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભગવાન પર રીતસરની નોટો ફેકવામાં આવી રહી છે. આ વીડિયો સામે આવતા ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
દ્વારકા મંદિરથી આવો વીડિયો સામે આવતા દુભાઈ ભક્તોની લાગણી!
જો કે બીજી બાજુ સવાલ એ પણ થાય છે કે દ્વારકાધીશના જગતમંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે તો મોબાઈલ ક્યાંથી આવ્યો? કોણે ભગવાનના મંદિરમાં મોબાઈલ લઈ જવા દેવાની પરવાનગી આપી? ચલો કોઈ માણસ ભૂલથી પણ મોબાઈલ લઈ ગયો હોય પણ તેને આ વીડિયો ઉતારવાની કોણે પરમિશન આપી એ મોટો સવાલ છે? ચોંકાવનારી બાબત તો એ છે કે મંદિરના પૂજારી પોતે પણ આ વીડિયોમાં ભગવાન પર પૈસા ફેંકતા દેખાઈ રહ્યા છે. પૂજારી પણ રુપિયા ઉડાવી રહ્યા છે. આ દ્રશ્યો જોતા અનેક ભક્તોની લાગણી દુભાઈ છે. આ મામલે જ્યારે દ્વારકાના કલેક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તપાસ કરવામાં આવશે.
ભક્તો દ્વારા કરાયું ભગવાનનું અપમાન!
દ્વારકાના મંદિરમાં ભગવાનના આઠમા અવતાર કૃષ્ણ સામે વિષ્ણુજીના પત્ની લક્ષ્મીજીને ફેંકવામાં આવી રહ્યા છે તેનાથી ભગવાનનું અપમાન થયું છે.... માણસ ભગવાનની પણ મર્યાદા નથી જાળવતો તે દુખદ કહેવાય... આ લોકો કોણ છે તેની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તેવી ભક્તોની માગ છે. શું તે ભગવાનથી પણ મોટા થઈ ગયા છે કે તેમનું અપમાન કરી રહ્યા છે??? હર્ષથી ભગવાન આગળ રૂપિયા ધરવાના હોય પણ આ લોકો જે કર્યું તે નિંદનીય છે.