ઉત્તરાખંડના હલ્દવાનીમાં કરફ્યુ, ઈન્ટરનેટ સેવા બંધ, તોફાની તત્વો સામે શૂટ એટ સાઈટના આદેશ


  • Published By :
  • Published Date : 2024-02-08 22:48:02

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હલ્દવાનીના બાનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ સાથે જ હલ્દવાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. આજે ગુરુવારે સ્થાનિક બનભૂલપુરાના મલિક કા બગીચા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા મદરેસા અને મસ્જિદને તોડવા માટે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભૂ-માફિયાના લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે અને પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે અને બજારો બંધ કરી દીધા છે.


CM ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી


હલ્દવાની મામલામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સીએમ ધામીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન, ડીએમએ હલ્દવાનીમાં કર્ફ્યુ લાદી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.


અશાંત વિસ્તારમાં કર્ફ્યુ અને પોલીસ બંદોબસ્ત 


જિલ્લા મેજિસ્ટ્રેટે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ટેલિફોન પર જાણ કરી હતી કે અશાંત વિસ્તાર બાણભૂલપુરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સામાન્ય જાળવવા માટે, તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.


શા માટે હિંસા ભડકી?


ઘટના અંગે ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે, 'આજે સાંજે 4 વાગ્યે કોર્ટના આદેશ મુજબ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની ટીમ સરકારી જમીન પર બનેલી મદરેસા અને મસ્જિદમાંથી ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા માટે બનભૂલપુરા ગઈ હતી. ત્યારે વહીવટીતંત્રની કાર્યવાહીનો વિરોધ કરતા કેટલાક અસામાજિક તત્વોએ ટીમ પર પથ્થરમારો કરી આગ ચાંપી હતી. ડીઆઈજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. કેન્દ્ર પાસેથી વધારાની પોલીસ ફોર્સ પણ માંગવામાં આવી છે. જો કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.