ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ પ્રકારના પોલ અને સર્વેની મોસમ ખીલી છે. જેમ કે તાજેતરમાં જ CSDS-Lokniti survey કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં લોકોને ગુજરાતની રાજનીતિ અંગેના અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે લોકોની પહેલી પસંદ કોણ છે તે અંગેનો હતો. જો કે આ એક સવાલમાં લોકોએ કોઈ પણ નેતા પર પ્રબળ વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો.
કોઈ પણ નેતાને ન મળ્યો બહોળો પ્રતિસાદ
ગુજરાતના આગામી મુખ્યમંત્રી તરીકે લોકો કોને જોવા માંગે છે તે સવાલના જવાબમાં લોકોએ 10 નેતા પર પસંદગી ઉતારી હતી. આ નેતાઓમાં વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, અરવિંદ કેજરીવાલ, વિજય રૂપાણી, જિજ્ઞેસ મેવાણી, નિતીન પટેલ, આનેદીબેન પટેલ, હાર્દિક પટેલ, અમિત શાહ, ભરત સિંહ સોલંકીનો સમાવેશ થતો હતો. જેમાં સૌથી વધુ 15 ટકા લોકોએ ભૂપેન્દ્ર પટેલને સીએમ પદ માટે પસંદ કર્યા હતા.
કોંગ્રેસના નેતાઓમાં જિજ્ઞેશ મેવાણી પહેલી પસંદ
રાજ્યમાં કોંગ્રેસની સરકાર બને તો લોકો કયા નેતાને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેમાં જિજ્ઞેશ મેવાણી અને ભરતસિંહ સોલંકીમાંથી લોકોએ જિજ્ઞેસ મેવાણી પર વધુ ભરોસો વ્યક્ત કર્યો હતો. ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેમને જિજ્ઞેસ મેવાણીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.