દુનિયાની સૌથી જુની,સૌથી લોકપ્રિય અને સૌથી મોટી ક્રિપ્ટોકરેન્સી બિટકોઈન ફરી તેજીમાં આવી છે. બિટકોઈનનો ટ્રેડિંગ રેટ 44 હજાર ડોલર પર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં તેની કિંમત 16 ટકા જેટલી વધી ચુકી છે. આ ગત વર્ષની લઘુત્તમ સપાટીની તુલનામાં 165% જેટલી વૃધ્ધી દર્શાવે છે. અમેરિકા વિશ્વનું સૌ પ્રથમ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે મંજુરી આપી શકે છે તેવા સમાચારના પગલે આ તેજી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડને જાન્યુઆરીમાં લીલી ઝંડી આપે તેવી આશા છે.
Bitcoin will be ‘more scarce than gold’https://t.co/2Ww7SY9k1v
— Usa News (@TalhaTiwana1) December 6, 2023
અન્ય વર્ચ્યુઅલ કરન્સીમાં પણ તેજી
Bitcoin will be ‘more scarce than gold’https://t.co/2Ww7SY9k1v
— Usa News (@TalhaTiwana1) December 6, 2023અમેરિકામાં બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ-ફંડ શરૂ કરવા માટે ગત જુન મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા છે. આ સમાચારને પગલે બીજી વર્ચ્યુઅલ કરન્સી ઈથર, એવલોન્ચ, અને ડોગકોઈનની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. બિટકોઈનની કિંમત વર્ષ 2021માં લગભગ 68,000 ડોલર પર પહોંચી ગઈ હતી. જો તેની ઓલ-ટાઈમ હાઈ કિંમત છે. પરંતું બાદમાં તેમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે હવે ફરી તેજી જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક સ્પોટ બિટકોઈન ઈટીએફ લોન્ચ કરવાની નજીક પહોંચી ગયું છે.
શા માટે વધી રહી છે કિંમત?
દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપનીબ્લેકરોકે જુનમાં બિટકોઈન સ્પોટ ઈટીએફ માટે અરજી કરી હતી. આ કંપની દુનિયામાં ઈટીએફની સૌથી મોટી પ્રોવાઈડર છે. બ્લેકરોક બિટકોઈન ઈટીએફથી એક પ્રકારે બિટકોઈનને માન્યતા મળી જશે. આ જ કારણે બિટકોીનની કિંમત વધી રહી છે. જો કે આ તેજીનું બીજુ પણ કારણ છે. રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષના કારણે પણ મોટા રોકાણકારો તેમના પોર્ટ ફોલિયોને ડાઈવર્સિફાઈડ કરવા માંગે છે. જેમાંથી કેટલાક ઈન્વેસ્ટરોએ બિટકોઈનમાં પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. આમ પણ બિટકોઈનને ડિજીટલ રોકાણનું સૌથી સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. બિટકોઈનને ડિજીટલ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. જે રોકાણકારો શેરો અને બોન્ડસથી અલગ રોકાણ કરવા માગે છે તે ગોલ્ડ તરફ વળ્યા છે.