આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યાં, છતાં કેન્દ્ર સરકાર ભાવ ઘટાડતી નથી આવું કેમ?


  • Published By :
  • Published Date : 2023-07-19 16:18:36

આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવો સતત ઘટી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ ઘટીને 75.68 ડોલર પ્રતિ બેરલ અને બ્રેંટ ક્રૂડ  79.65 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમતો વર્ષ 2008માં બાદ આ વર્ષે માર્ચમાં 140 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી. ત્યારથી ક્રૂડના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશની ઓઈલ કંપનીઓને આંતરરાષ્ટ્રિય સ્તરે સસ્તા ઓઈલ અને રશિયા પાસેથી મળતા સસ્તા ઓઈલ એમ બંને રીતે ફાયદો થઈ રહ્યો છે. જો કે તેમ છતાં આ ઓઈલ માર્કેટીંગ કંપનીઓ લોકોને સસ્તા ઓઈલનો કોઈ લાભ આપતી નથી. 


દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર 


દેશની ત્રણ મોટી ઓઈલ કંપનીઓ ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલએ 14 મહિનાથી તેલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેઓ અગાઉના નુકસાનની ભરપાઈ કરી રહી છે. ત્રણેય કંપનીઓ 2022 ના ચોથા ક્વાર્ટરથી પેટ્રોલ પર માર્જિન કમાઈ રહી છે, પરંતુ ડીઝલ પર નુકસાન થઈ રહ્યું છે. ઓઈલ કંપનીઓએ 19 જુલાઈ 2023ના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા. આ રીતે આજે સતત 428મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.


ભારતને રશિયન ઓઈલમાં ભારે ડિસ્કાઉન્ટ   


રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે વિશ્વના મોટાભાગના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. ત્યારે ભારત જ રશિયાની મદદ માટે આગળ આવ્યું. જો કે, રશિયાની તે મદદનો ભારતને પણ જબરદસ્ત ફાયદો થયો, કારણ કે તે સમયે રશિયાનું સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પૈકી ભારત ચીન પછી બીજા ક્રમે હતું. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતે રશિયા પાસેથી ખૂબ જ સસ્તા ભાવે રેકોર્ડ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભારતને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટમાં ક્રૂડ ઓઈલ મળતું હતું. એક સમયે આ ડિસ્કાઉન્ટ 25 થી 30 ડોલર હતું. રશિયાથી દરરોજ 20 લાખ બેરલ ક્રૂડ ઓઈલ આવી રહ્યું છે. ભારતની કુલ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે, જે યુક્રેન યુદ્ધ પહેલા માત્ર એક ટકા હતો.


લોકોને સસ્તા ક્રૂડનો લાભ ક્યારે?


દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા મહિનાઓથી સ્થિર છે જો કે રસપ્રદ બાબત એ છે કે આંતરરાષ્ટ્રિય સ્તરે ક્રુડના ભાવ તો ઘટ્યા છે તેમ છતાં સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો નથી. સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ IOC, HPCL અને BPCL સસ્તા ક્રૂડની ખરીદી કરીને લખલૂંટ કમાણી કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ આયાતી ક્રૂડ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને તેનો સીધો લાભ આપી શકે છે. જો કે આવી થવાની કોઈ શક્યતા હાલ તો જણાતી નથી. દેશમાં લોકસભાની ચૂંટણી વખતે સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ લોકોને મળશે તેવું નિષ્ણાતોનું માનવું છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?