STORY BY - UTPAL DAVE
આસમાને પહોંચેલા ક્રુડ ઓઈલના ભાવ નબળી માંગના કારણે હવે ઘટી રહ્યા છે. બુધવારે ક્રુડ ઓઈલની કિંમતમાં 0.43 ટકા ઘટીને 6,903 રૂપિયા પ્રતિ બેરલ થઈ ગયો છે. તેમાં 10,117 લોટનું ટ્રેડિંગ થયું. વૈશ્વિક સ્તરે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયટ (WTI) ક્રુડ ઓઈલ 0.93 ટકા સાથે 86.07 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડિંગ થઈ રહ્યું હતું. તે જ પ્રકારે બ્રેંટ ક્રૂડ ઓઈલની કિંમત 0.90 ટકાના ઘટાડા સાથે 91.99 ડોલર પ્રતિ બેરલ રહી ગયો છે. વિશ્વ બજારમાં ક્રુડના ભાવ 7 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. જૂન મહિનામાં ક્રુડની કિંમત 125 ડોલર પ્રતિ બેરલ સુધી સુધી પહોંચી ગયું હતું. ત્રણ મહિનામા ક્રૂડની કિંમત લગભગ 26% ઓછી થઈ ચૂકી છે. ચીન અને યુરોપના કેટલાક દેશોની અર્થતંત્રોમાં પણ મંદીની અસર જોવા મળી રહી છે. જેથી આગળ પણ ક્રૂડની ડિમાન્ડ ઘટી શકે છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે?
આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતા મોદી સરકારે રાહતનો શ્વાસ લીધી છે. ક્રુડની કિંમત ઘટતા લોકોને આશા છે કે ઘર આંગણે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2થી 3 રૂપિયા જેટલા ઘટી શકે છે. આમ પણ ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક છે ત્યારે મોદી સરકાર લોકો લાગણી જીતવા માટે ભાવ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. સરકાર માટે ગુજરાત વિધાનસભાની ચુંટણી જીતવી નાકનો સવાલ બન્યો છે અને તે માટે કોઈ પણ હદ સુધી જાય તો નવાઈ નહીં.
ભારત 85% ક્રૂડ આયાત કરે છે
ભારતમાં ક્રુડનું ઉત્પાદન નહીંવત થતું હોવાથી આપણો દેશ ક્રુડ માટે અખાતી દેશો પર નિર્ભર છે. ભારત ઈરાક,રશિયા,સાઉદી અરેબિયા, અને સંયુક્ત આરબ અમિરાત સહિતાના દેશો પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડની આયાત કરે છે. હવે જ્યારે ક્રુડના ભાવ ઘટી રહ્યા છે ત્યારે દેશનું વિદેશી હુંડિયામણ બચશે, મોદી સરકાર માટે પણ ક્રુડના ભાવ ઘટ્યા તે સૌથી મોટા રાહતકારક સમાચાર છે.