દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવેલું ગીર અભ્યારણ પ્રવાસીઓની પસંદગી બની રહ્યું છે. ચોમાસા બાદ ગીરની સુંદરતામાં અનેક ગણો વધારો થયો છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય છે. ત્યારે લોકો પ્રકૃતિની સુંદરતાને માણવા તેમજ એશિયાટિક સિંહોને જોવા આવી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાને કારણે પ્રવાસીઓનો ઘસારો થઈ રહ્યો છે. જેને કારણે ગીર અભ્યારણમાં 3 નવેમ્બર સુધીના સ્લોટ બુક થઈ ગયા છે.
મોટી સંખ્યમાં લોકો લઈ રહ્યા છે મુલાકાત
મોટી સંખ્યામાં ગુજરાતીઓ પ્રવાસ માટે જતા હોય છે. ત્યારે એશિયેટિક સિંહોને જોવા દેશ વિદેશથી લોકો ગીર આવી રહ્યા છે. સાસણ ગીરમાં મોટી સંખ્યામાં સિંહોને રાખવામાં આવે છે. ગીરમાં, પ્રકૃતિના ખોળે સિંહો વિચરતા હોય છે. પ્રવાસીઓનો ઘસારો જોવા મળતા આગામી સમયના તમામ સ્લોટનું બુકિંગ થઈ ગયું છે. લોકો સિંહ અને પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો લઈ રહ્યા છે.
દિવાળીમાં ધમધમ્યું ગીર અભ્યારણ
ચોમાસા દરમિયાન સાસણ ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. ત્યારે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ ખુલ્લું મુકાયું છે. જે બાદ અનેક પ્રવાસીઓએ અભ્યારણની મુલાકાત લઈ લીધી છે. દિવાળી દરમિયાન પ્રવાસ માટેનું સ્પોટ બની રહ્યું છે.વિરામ બાદ ફરી એક વખત સાસણ ગીર લોકોથી ધમધમી રહ્યું છે.