અંબાજીમાં પ્રધાનમંત્રી મોદીને જોવા જનમેદની ઉમટી
PM મોદી ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે આજે તેમણે અંબાજી મંદિર પહોંચ્યા. તેમણે ત્યાં માં અંબાના દર્શન કરી આજે જાહેરસભાને પણ સંબોધશે. અંબાજીમાં મોદીને જોવા માટે લોકો ઉમટ્યા હતા તેમનું અંબાજીમાં ભવ્ય સ્વાગત કર્યું અને જનતાનું અભિવાદન સ્વીકાર્યું. મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી અંબાજી પહોંચી ગયા છે.
અંબાજીનો કાર્યક્રમ
PM મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂ.1967 કરોડના ખર્ચે આવાસનું પણ ખાતમુહૂર્ત કરશે. રૂ.124 કરોડના ખર્ચે તૈયાર થનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું PM મોદી લોકાર્પણ કરશે. આ સિવાય તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM મોદી ભૂમિપૂજન કરશે. રૂ.2798 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ડીસા એરફોર્સ સ્ટેશનમાં રનવે ઇન્ફ્રાન્ટ્રક્ચર સંબંધિત કામનું ભૂમિપૂજન કરશે.