શ્રીલંકાની યુવતી ફેસબુક મિત્રને મળવા પહોંચી આંધ્ર પ્રદેશ, શિવાકુમારીએ લક્ષ્મણ સાથે કર્યા લગ્ન


  • Published By :
  • Published Date : 2023-07-30 18:14:22

સીમા હૈદર અને સચીનની લવ સ્ટોરી સામે આવ્યા બાદ દેશમાં ક્રોસ બોર્ડર પ્રેમનો જાણે રાફડો જ ફાટ્યો છે. શ્રીલંકાની એક  25 વર્ષીય યુવતી, શિવાકુમારી વિગ્નેશ્વરી, છ વર્ષ જુના તેના ફેસબુક મિત્ર, 28 વર્ષીય લક્ષ્મણ સાથે લગ્ન કરવા ભારત આવી છે. પ્રવાસી વિઝા પર આવેલી મહિલાએ ચિત્તૂર જિલ્લાના પુરુષ સાથે લગ્ન કર્યા છે. શનિવારે સોશિયલ મીડિયામાં લગ્નના સમાચાર વાઈરલ થતાં, પોલીસે તેને નિર્દેશ આપ્યો હતો કે તે 15 ઓગસ્ટે તેના વિઝાની મુદત પૂરી થાય તે પહેલાં દેશ છોડી દે અથવા એક્સ્ટેંશન માંગે. ચિત્તૂરની આ લવ સ્ટોરીએ સ્થાનિકોમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.


વિગ્નેશ્વરી 8 જુલાઈએ આંધ્રપ્રદેશ આવી


તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યા પછી, વિગ્નેશ્વરી 8 જુલાઈના રોજ આંધ્રપ્રદેશ આવી. બંનેએ 20 જુલાઈના રોજ ચિત્તૂર જિલ્લાના વી કોટા ખાતેના મંદિરમાં લગ્ન કર્યા હતા. વી કોટા મંડલના અરિમાકુલાપલ્લેના મેસન લક્ષ્મણ  2017 માં ફેસબુક પર શ્રીલંકાની વિગ્નેશ્વરીને મળ્યો હતો. વિગ્નેશ્વરી 8 જુલાઈએ કોલંબોથી પ્રવાસી વિઝા પર ચેન્નાઈ પહોંચી હતી. લક્ષ્મણ તેને લેવા ચેન્નાઈ ગયો હતો. બાદમાં તે વિગ્નેશ્વરીને ઘરે લાવ્યો હતો. લક્ષ્મણના પરિવારજનોની સંમતિથી તેઓએ 20 જુલાઈના રોજ લગ્ન કર્યા હતા.


યુવતીનો શ્રીલંકા જવા ઈન્કાર 


પોલીસે વિઘ્નેશ્વરીને નિર્દેશ આપ્યો કે તેણે15 ઓગસ્ટ સુધીમાં શ્રીલંકા પરત ફરવું જોઈએ. પરંતુ વિઘ્નેશ્વરીએ તેના દેશમાં પાછા ફરવાનો ઇનકાર કર્યો હતો અને ભારત સરકારને વિનંતી કરી હતી કે તે દેશમાં કાયમી રીતે રહેવાની વ્યવસ્થા કરે જેથી તે તેના પતિ સાથે રહી શકે. વિઘ્નેશ્વરી ભારતીય નાગરિકતા મેળવવાની યોજના બનાવી રહી છે અને તેને પ્રક્રિયા અને માપદંડો પણ સમજાવવામાં આવ્યા હતા. તેણે શનિવારે ભારતમાં પાછા ફરવા માટે અને તેના વિઝાના એક વર્ષના એક્સ્ટેંશન માટે અરજી કરી હતી. પોલીસે જણાવ્યું કે વિગ્નેશ્વરી શ્રીલંકાના વેલાંગુડીની રહેવાસી છે. પોલીસે દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવાની પણ સલાહ આપી જેથી તેઓ ભવિષ્યમાં કોઈપણ સંભવિત કાનૂની ગૂંચમાંથી બચી શકે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?