રાજસ્થાન બોર્ડર પરથી કરોડો રૂપિયા ઝડપાયા, બે ગુજરાતીઓની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-09-25 15:42:13

રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પાસે રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહેલી કારની ડેકીમાંથી 3.15 કરોડ રૂપિયા નીકળ્યા. બહુચર્ચિત રહેતી બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પાસે આવે રાજસ્થાન બૉર્ડર પાસેથી પુરઝડપે ગુજરાત પાર્સીંગની ગાડી પસાર થઇ રહી હતી દરમ્યાન પોલીસે બાતમીના આધારે આ કારને રોકી તેને ચેક કરતા ડેકીમાંથી કરોડો રૂપિયાના બંડલ મળી આવ્યા હતા જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી કે આ પૈસા કોના છે અને ક્યાં જઈ રહ્યા છે રાજસ્થાન પોલીસે કારમાં સવાર પાટણ જિલ્લાના બે ગુજરાતીઓની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે રોકડ રકમ કાર સહીત બંનેની અટકાયત કરી હતી 


રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ 

રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને રાજસ્થાન પોલીસ એલર્ટ મોડમાં આવી છે રાજસ્થાનમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહી છે જેને લઈને પોલીસને બાતમી મળતા પોલીસે આ કારને રોકી હતી. પોલીસે કલમ 102 હેઠળ 3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી અને બે આરોપીઓ, ગુજરાતના સાંતલપુરના રહેવાસી નરેશ કુમાર અને ગુજરાતના કંબોઈ જિલ્લાના રહેવાસી અજીત સિંહની ધરપકડ કરી


આ કરોડો રૂપિયા કોના ?

કરોડો રૂપિયા લઈને રાજસ્થાનથી ગુજરાત આવતી કારને પોલીસે રોકી હતી જેમાં બે વ્યક્તિઓ સવાર હતા પોલીસે તેમને પૂછ્યું કે આ પૈસા કોના છે અને ક્યાંથી લાવ્યા છો ? પંરતુ પોલીસને આ બંને વ્યક્તિઓ પાસેથી સરખો જવાબ ન મળતા પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી હતી અત્યારે રાજસ્થાન પોલીસ દ્વારા ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરી આ કરોડોના બંડલ કોના છે અને ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...