વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તમામ પાર્ટી કરોડોનો ખર્ચ કરી રહી છે. ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર માટે રાજકીય પાર્ટી કરોડોનો ખર્ચ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલ 5 રાજ્યોમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી માટે 344.27 જેટલો ખર્ચ કર્યો છે. અચરજની વાતતો એ છે કે ચૂંટણી ખર્ચ કરતા 58 ટકા જેટલો વધારે છે.
5 રાજ્યોમાં ભાજપે કર્યો છે અધધધ કરોડનો ખર્ચ
ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં
યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી કરતા વધારે ખર્ચો કરવામાં આવ્યો છે. ભાજપ
ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી ખર્ચમાં ભારે વધારો કર્યો છે. કોંગ્રેસે 2017માં
108.14 કરોડનો ખર્ચો કર્યો હતો જ્યારે 2022માં કોંગ્રેસે 194.80 કરોડનો ખર્ચ કર્યો
છે.
વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ચૂંટણી ખર્ચાના અહેવાલનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. ડેટા પ્રમાણે ભાજપે 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 221.32 કરોડનો ખર્ચ કર્યો છે. ગોવામાં ભાજપે 19.07 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે મણિપુર અને ઉત્તરાખંડમાં આ વર્ષની ચૂંટણી પ્રચાર માટે 23.52 કરોડનો ખર્ચ કર્યો હતો જ્યારે 43.67 કરોડનો ખર્ચો કર્યો છે. 2017માં મણિપુર માટે 7.86 કરોડનો ખર્ચો છે જ્યારે 23.48 કરોડનો ખર્ચ ઉત્તરાખંડમાં પ્રચાર માટે કર્યો હતો.