જનતાના કરોડો રુપિયા ગયા પાણીમાં! સુરતમાં એક મહિના પહેલા ઉદ્ધાટન કરાયેલો આ બ્રિજ બેસી ગયો! આપના નેતાએ સરકારને ઘેરી


  • Published By :
  • Published Date : 2023-06-29 09:40:05

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. વરસાદની શરૂઆત થતાં જ જેમ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જતી હોય છે તેવી જ રીતે વરસાદમાં બ્રિજના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતી ઓછી ગુણવત્તા વાળા સામાનની પોલ પણ ખુલી જતી હોય છે. બ્રિજ નિર્માણ દરમિયાન આચરવામાં આવતા ભ્રષ્ટાચાર અંગે ઘણી વાત કરવામાં આવી. બ્રિજના નિર્માણ દરમિયાન કરોડો રુપિયા વાપરવામાં આવે છે પરંતુ તે બ્રિજ ટકાઉ નથી હોતા. લોકાર્પણ થયાના થોડા મહિનાઓ બાદ જ બ્રિજ પર તિરાડો દેખાઈ આવે છે, અથવા તો બ્રિજ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. અનેક બ્રિજો છે જે આ બધી વાતોને કારણે ચર્ચામાં આવ્યા છે.

એક મહિનાની અંદર જ બ્રિજ પર પડી ગઈ તિરાડ 

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓ એવા છે  જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુરતમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી પણ ભરાઈ ગયા છે. ત્યારે સુરતમાં પડેલા વરસાદે બ્રિજના નિર્માણ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી દીધી છે. 118 કરોડના ખર્ચે બનેલો વેડ વરિયાવ બ્રિજનો ભાગ બેસી ગયો છે. બ્રિજ પર તિરાડો પડતાં બ્રિજનો એક સાઈડનો ભાગ બંધ કરવામાં  આવ્યો છે. મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં બ્રિજ પર તિરાડો દેખાતા તંત્ર દોડતું થયું છે. 18મેના રોજ જ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ રીતે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. માત્ર એક મહિનાની અંદર જ બ્રિજ પર તિરાડો દેખાવાની શરૂઆત થતાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. 


અનેક એવા બ્રિજ છે જેમાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર 

ન માત્ર સુરતના બ્રિજની આવી હાલત થઈ હોય પરંતુ અનેક વિકસીત ગણતા શહેરોના બ્રિજની હાલત પણ આવી જ છે. અમદાવાદમાં પણ અનેક એવા પુલ છે જે માટે લોકો આરોપો લગાવતા હોય છે કે બ્રિજના નિર્માણ દરમિયાન ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. અમદાવાદના અનેક બ્રિજો છે જે વિવાદમાં છે. સુરતના બ્રિજ પર જોવા મળેલી તિરાડને લઈ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે 40થી 45 દિવસ પહેલા જ મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આજે બ્રિજનો એક તરફનો ભાગ દોઢથી બે ફૂટ જેટલો બેસી ગયો છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને દોઢથી બે ઈંચ જેટલો સામાન્ય વરસાદ પડ્યો અને આ સામાન્ય વરસાદમાં 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજ બેસી ગયો છે.

ગુજરાતમાં સીબીઆઈ અને ઈડીને મોકલવામાં આવે - ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ પણ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ કોઈ પહેલો બ્રિજ નથી. છેલ્લા દોઢ મહિનામાં પાંચથી છ બ્રિજમાં તિરાડો પડી છે. ભ્રષ્ટાચાર પોકારી રહ્યો છે. નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે કોઈ ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. હું નરેન્દ્ર મોદીજીને વિનંતી કરું છું કે ગુજરાતમાં સીબીઆઇ અને ઇડીને મોકલવામાં આવે. કારણ કે ગુજરાત અત્યંત ભ્રષ્ટાચારમાં સપડાઈ ચૂક્યું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.