નર્મદા જિલ્લામાં આવેલા પૂરને કારણે પાકને થયું નુકસાન, સરકારે કરી રાહત પેકેજની જાહેરાત, જુઓ સરકાર શું કરી છે સહાય?


  • Published By :
  • Published Date : 2023-09-23 16:05:33

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હતું. જનજીવન ખોરવાઈ ગયું હતું. નર્મદાનું પાણી અચાનક ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યું જેને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વાતથી આપણે સૌ વાકીફ છીએ. પૂરે તારાજી સર્જી છે જેને કારણે મોટા પાયે નુકસાન થયું છે. પાકોને પણ ભારે નુકસાન થયું છે. પહેલા વરસાદ સારો ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે વિનાશ લઈને આવ્યો. ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીનું પાણી નર્મદા અને વડોદરા જિલ્લામાં ફરી વળ્યું હતું. પાણી ફરી વળતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને નુકસાન થયું છે. પાકને થયેલા નુકસાનને પગલે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે.


રાજ્ય સરકારે પેકેજની કરી જાહેરાત 

નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પાણીએ તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા જનજીવન ખોરવાઈ ગયું હતું. બાગાયતી ખેતીને થયેલા નુકસાનને લઈ સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ :


આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.


- આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ ₹8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે


- આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટરદીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ ₹8000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25,000 સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22,૫00 ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર ₹15,000 મળી કુલ 37,500 સહાય હેઠળ દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.


- બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર ₹22,500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ ₹1,25,000ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે.


સ્થાનિકોના રોષનો ભોગ બનતા ધારાસભ્યો 

મહત્વનું છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પુર સર્જાયું છે તેવી વાત વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. આ પૂર કુદરતી નથી પરંતુ માનવસર્જિત છે તેવી વાત પણ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. મંત્રીઓ, ધારાસભ્યો જ્યારે સ્થાનિકોની વચ્ચે પહોંચી રહ્યા છે ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. નેતાઓને લોકો કહી રહ્યા છે કે તેમની (નેતા)ની ચાંપલૂસીને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિકોના વિરોધનો સામનો કરવા ધારાસભ્યો મજબૂર બન્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.