ક્રિકેટર રિષભ પંતને નડ્યો ગોઝારો અકસ્માત, પીઠ, પગ અને માથા પર ગંભીર ઈજાઓ, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-30 14:03:35

ભારતીય ક્રિકેટ ટીમના લોકપ્રિય ખેલાડી રિષભ પંતની કારનો અકસ્માત થયો છે. ઋષભ પંતની કારનો અકસ્માત સવારે 5.15 વાગ્યે થયો હતો. તેમની મર્સિડીઝ કાર ઉત્તરાખંડની નરસાણ બોર્ડર પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે બળી ગઈ હતી. રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે ઋષભની ​​હાલત ખતરાની બહાર છે. અન્ય લોકોને પણ ઈજાઓ થઈ છે અને તેમની સારવાર ચાલી રહી છે.


રિષભ પંતની પ્લાસ્ટિક સર્જરી કરાશે


આ દુર્ઘટનામાં રિષભ પંત ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની પીઠ પર ઊંડા ઘા છે. ડૉક્ટરોનું કહેવું છે કે તેમને પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. ડોકટરો તેમની પ્લાસ્ટિક સર્જરી કરવાની વાત કરી રહ્યા છે. રિષભ પંતના કાર અકસ્માતના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. પંતની હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોના ફોટા પણ જોઈ શકાય છે. ડૉક્ટરે જણાવ્યું છે કે પંતને પગમાં ગંભીર ઈજા થઈ છે. શરીર પર અનેક જગ્યાએ ગંભીર ઘા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.