જાણીતા ક્રિકેટર મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મુનાફ પટેલની કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ ગ્રેટર નોઈડા વેસ્ટના સેક્ટર 10માં વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ બિલ્ડિંગ બનાવી રહી છે. મુનાફ પટેલ આ કંપનીના બોર્ડમાં ડિરેક્ટર છે. કંપનીએ ફ્લેટ ખરીદનારાઓને નક્કી કરેલી સમય પર ફ્લેટ આપવાનું વચન નિભાવ્યું નથી. ત્યાર બાદ ફ્લેટ ખરીદદારો અને બિલ્ડરના વચ્ચે રકમ પાછી મેળવવાને લઈ વિવાદ વધ્યો હતો. અંતે આ સમગ્ર વિવાદ રેગ્યુલેશન ઓથોરિટી યુપી રેરા સુધી પહોંચ્યો છે.
जिला प्रशासन ने यूपी रेरा की आरसी पर कार्रवाई करते हुए पूर्व अंतरराष्ट्रीय क्रिकेटर मुनाफ पटेल के बैंक खाते सीज कर 52 लाख रुपए वसूले। पूर्व क्रिकेटर निवास प्रमोटर्स प्राइवेट लिमिटेड में निदेशक हैं।#MunafPatel pic.twitter.com/Ae0PC0JxUo
— IANS Hindi (@IANSKhabar) December 16, 2022
ફ્લેટ ખરીદદારોએ કરી ફરિયાદ
जिला प्रशासन ने यूपी रेरा की आरसी पर कार्रवाई करते हुए पूर्व अंतरराष्ट्रीय क्रिकेटर मुनाफ पटेल के बैंक खाते सीज कर 52 लाख रुपए वसूले। पूर्व क्रिकेटर निवास प्रमोटर्स प्राइवेट लिमिटेड में निदेशक हैं।#MunafPatel pic.twitter.com/Ae0PC0JxUo
— IANS Hindi (@IANSKhabar) December 16, 2022વન લીફ ટ્રાય નામથી જાણીતી રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં ફ્લેટ માટે આગોતરી ચુકવણી કરનારા ગ્રાહકોએ યુપી રેરામાં ફરિયાદ નોંધાવી અને તેમની રકમ પાછી મેળવવાની માગ કરી હતી. ત્યાર બાદ યુપી રેરાએ બિલ્ડર કંપની નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ સામે 10 કરોડ રૂપિયાની 40થી વધુ આરસી જારી કરી હતી. ત્યાર બાદ દાદરી તાલુકા વહીવટીતંત્રએ બિલ્ડર પાસેથી રકમ વસુલવાના પ્રયાસો શરૂ કર્યા છે.
એકાઉન્ટ સીઝ અને 52 લાખની વસૂલાત
ઉત્તર પ્રદેશના ગૌતમબુધ્ધનગરના જિલ્લા વહીવટી તંત્રએ યુપી રેરાની આરસી પર કાર્યવાહી કરતા પૂર્વ આંતરરાષ્ટ્રિય ક્રિકેટર મુનાફ પટેલના બે બેંક ખાતા સીઝ કરી દીધા છે. અને તેની પાસેથી 52 લાખ રૂપિયાની વસુલાત પણ કરી છે. જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે ખરીદદારોની ફરિયાદો દૂર કરવા અને યુપી રેરા દ્વારા જારી કરાયેલી આરસીની રકમ વસૂલવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નિવાસ પ્રમોટર્સનું રજીસ્ટ્રેશન 2017માં થયું હતું
અત્રે ઉલ્લેખનિય છે કે નિવાસ પ્રમોટર્સ પ્રાઇવેટ લિમિટેડ વર્ષ 2017 માં યુપી રેરામાં નોંધાયેલું હતું. રહેણાંક પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે, યુપી રેરાએ અગાઉ પણ કંપનીને ઘણી ચેતવણીઓ જારી કરી હતી. પરંતુ, પાલન ન કરવા બદલ, યુપી રેરાએ ભૂતકાળમાં રૂ. 10 કરોડની વસૂલાત માટે આરસી જારી કરી હતી.