ક્રિકેટર મોહમ્મદ શમીને કોર્ટનો ઝટકો, પત્ની હસિન જહાને માસિક રૂ. 1.30 લાખ ભરણપોષણ આપવાનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-24 13:15:42

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેની પત્ની હસીન જહાને દર મહિને 1 લાખ 30 હજાર રૂપિયા ભરણપોષણ આપવું પડશે. કોલકાતાની નીચલી અદાલતે આ આદેશ આપ્યો હતો. આ રકમ 1 લાખ 30 હજાર રૂપિયા હશે, જેમાં હસીન જહાં માટે 50 હજાર રૂપિયા અને તેની પુત્રીના ખર્ચ માટે 80 હજાર રૂપિયાનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે શમી અને તેની પત્ની ઘણા લાંબા સમયથી અલગ રહે છે, અને બંને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.


હસીન જહાંની માસિક રૂ.10 લાખની માગ  


વર્ષ 2018માં હસીન જહાંએ કોર્ટમાં 10 લાખ રૂપિયાના માસિક ભરણપોષણની માગણી કરીને કેસ દાખલ કર્યો હતો, જેમાં 7 લાખ રૂપિયા તેમનું અંગત જીવન ભથ્થું હતું અને 3 લાખ રૂપિયા દીકરીના ભરણપોષણનો ખર્ચ હતો. હસીનના વકીલ મૃગાંકા મિસ્ત્રીએ કોર્ટને જણાવ્યું હતું કે 2020-21માં શમીની વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા હતી. તેના આધારે જ ભરણપોષણની માગણી કરવામાં આવી હતી. તેમની દલીલ એવી હતી કે રૂ. 10 લાખનું ભરણપોષણ ગેરવાજબી નથી. 


શમીના વકીલે કોર્ટમાં કર્યો વિરોધ


હસીન જહાંએ કોર્ટમાં 10 લાખ રૂપિયાના માસિક ભરણપોષણની માગણી કરી તેનો શમીના વકીલ સેલીમ રહેમાને વિરોધ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે હસીન જહાં પોતે એક પ્રોફેશનલ ફેશન મોડલ છે. તે પોતે કમાઈ રહી છે. એટલા માટે આટલું બધું ભરણપોષણ યોગ્ય નથી. અદાલતે પણ તેમની દલીલ સ્વિકારી હતી અને માસિક 1 લાખ 30 હજાર રૂપિયા ભરણપોષણ નક્કી કર્યું હતું.


શમી- હસીન વચ્ચે કાનુની જંગ શા માટે?


હસીન જહાં વર્ષ 2011માં શમીને મળી હતી. એ દરમિયાન તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયરલીડિંગ કરતી હતી. બંનેએ વર્ષ 2014માં લગ્ન કર્યાં હતાં. હસીન જહાંએ લગ્ન બાદ મોડલિંગ અને એક્ટિંગ છોડી દીધી હતી. 2018માં જહાંએ શમી પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ સહિતના ઘણા આરોપો લગાવ્યા હતા. ત્યારથી બંને અલગ રહેવા લાગ્યાં અને ત્યારથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. 2018માં હસીન જહાંએ ફરીથી પોતાનું પ્રોફેશન શરૂ કર્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?