ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે અને રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે.જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. અને જોરશોરથી પ્રચાર કરી રહી છે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકોના ચહેરાઓની યાદી જાહેર કરી છે જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માં ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સાંસદ સંજય સિહ અને યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ ગજવશે
ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે
ગુજરાતમાં દિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજનસિંહ સભાઓ ગજવશે આમ આદમી પાર્ટીએ આ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતનાં નેતાઓમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી,પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા,મનોજ સોરઠિયા,અલ્પેશ કથીરિયા અને યુવરાજસિહ જાડેજા,પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઇ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે
આમ આદમી પાર્ટીએ 158 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી એક બાદ એક પોતાના ઉમેદવારોના ચહેરાઓ સામે મૂકી રહી છે. જેમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કરી અત્યાર સુધી 12 યાદીઓ જાહેર કરી છે. પ્રથમ યાદી 2 જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. જોકે અત્યાર સુધીમાં 158 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.