ક્રિકેટર અક્ષર પટેલ બન્યો વરરાજા, વડોદરામાં ધુમધામથી નિકળી જાન, જુઓ Video


  • Published By :
  • Published Date : 2023-01-26 21:17:25

ભારતીય ક્રિકેટમાં આજકાલ લગ્નની મોસમ પુરબહારમાં ખીલી છે, ત્રણ દિવસ પહેલા જ એટલે કે 23 જાન્યુઆરીના દિવસે કે એલ રાહુલ અને બોલિવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી બાદ આજે ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ લગ્નના બંધનથી બંધાવા જઈ રહ્યો છે. વડોદરામાં ક્રિકેટર અક્ષર પટેલના લગ્ન નડિયાદની મેહા પટેલ સાથે આજે ગુરુવારે થવાના છે. 


અક્ષર પટેલની જાન નીકળી


અક્ષર પટેલ અને મેહા પટેલ ગુજરાતી પરંપરા અને હિંદુ વિધિથી લગ્નગ્રંથીથી જોડાશે. આજે મોડી સાંજે ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ અક્ષર પટેલની વડોદરામાં જાન નીકળી હતી. અક્ષર પટેલની જાન નિકળી ત્યારે જાનૈયાઓએ સંગીતના તાલે ડાન્સ કર્યો હતો. તેના લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખાસ્સો વાયરલ થઈ રહ્યો છે.


વડોદરામાં યોજાશે લગ્ન

 

ક્રિકેટર અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમ તો અક્ષર પટેલ નડિયાદનો છે અને તેની મંગેતર મેહા પટેલ પણ નડિયાદની છે. જોકે લગ્ન માટે સ્થળ વડોદરા પસંદ કરવામાં આવ્યું, અને તમામ વિધિઓ પણ વડોદરા ખાતે યોજાઈ રહી છે. આજે લગ્ન સમારોહ પણ વડોદરા ખાતે યોજવાનો છે, લગ્નમાં નજીક અને ખાસ મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. 


કોણ છે અક્ષર પટેલની મંગેતર?


અક્ષર પટેલ અને મેહા એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. ગયા વર્ષે જ તેમની સગાઈ થઈ હતી. મેહા પટેલ એક ન્યુટ્રિશિયનિસ્ટ અને ડાયટિશિયન છે, તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.  મેહા પટેલ સોશિયલ મીડિયા પર ડાયટ પ્લાન પણ શેઅર કરતી રહે છે. આ યુગલ રજાઓ વિતાવતા પણ જોવા મળે છે. તાજેતરમાં જ તે બંને અમેરિકા પણ ગયા હતા.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?