ભારતીય ક્રિકેટ ટીમે ICC World Cupમાં ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધું છે. ભારતીય ટીમના શાનદાર પ્રદર્શને લોકોનું દિલ જીતી લીધું છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 70 રને હરાવ્યું. શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, શુભમન ગિલ, રોહિત શર્મા અને કેએલ રાહુલને ભારતની શાનદાર બેટિંગનો શ્રેય મળ્યો. આ દરમિયાન ભારતીય બોલર મોહમ્મદ શમીએ 7 વિકેટ ઝડપી હતી. 7 વિકેટ ઝડપી ભારતને જીત હાંસલ કરાવી છે. આ મેચમાં તે ODI ક્રિકેટમાં ચોથી વખત પાંચ વિકેટ લેનારો બોલર બન્યો હતો. આ સિવાય તેના નામે વધુ એક અદ્ભુત રેકોર્ડ નોંધાયો છે. વર્લ્ડ કપમાં 50 વિકેટ લેવા વાળા તે પ્રથમ બોલર બન્યા છે.
પીએમ મોદીએ મોહમ્મદ શમીની ગેંદબાજીને વખાણી, લખ્યું...
ફાઈનલમાં આવ્યા બાદ દરેક જગ્યાઓ પર જીતની ઉજવણી થઈ હતી. ભારતભરથી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા હતા. મેચ દરમિયાન મોહમ્મદ શમીની બોલિંગે લોકોની નજર પોતાના તરફ ખેંચી હતી. શાનદાર બોલિંગ કરી ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ન માત્ર દેશવાસીઓ પરંતુ પીએમ મોદીએ પણ શમીની બોલિંગના વખાણ કર્યા છે. પીએમ મોદીએ વખાણ કરતા ટ્વિટ કર્યું કે આજની સેમિફાઈનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ હતી. મોહમ્મદ શમીની શાનદાર બોલિંગને આવનારી પેઢીઓ યાદ રાખશે. શમી સારી રીતે રમ્યો..
ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતના ખેલાડીઓએ તોડ્યા અનેક રેકોર્ડ
આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ પણ રેકોર્ડ બનાવ્યો. ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈલનની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ વિરાટ કોહલીએ તોડી દીધો છે. 279મી ઈનિંગ્સમાંપોચાની 50 વનડે સદી તેમણે પૂરી કરી લીધી છે. ભારતીય ટીમના જીત બાદ દરેક જગ્યાઓ પર ટીમની પ્રશંસા થઈ રહી છે. ક્રિકેટ પ્રેમીઓમાં જશ્નનો માહોલ છે. આ બધા વચ્ચે વિરાટ કોહલી માટે પત્ની અનુષ્કા શર્માએ ઈમોશનલ પોસ્ટ મૂકી છે. પોતાની ભાવના વ્યક્ત કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી જેની પ્રશંસા લોકો કરી રહ્યા છે.
વિરાટ કોહલી માટે અનુષ્કાએ લખી પોસ્ટ
પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું કે 'ભગવાન શ્રેષ્ઠ સ્ક્રિપ્ટ રાઈટર છે. તમારા પ્રેમ માટે હું ખૂબ જ આભારી છું. તમને દિવસેને દિવસે મજબૂત બનતા જોવા માટે અને તે બધું હાંસલ કરતા જોવા માટે, તમે જે ઇચ્છો છો, તે મહાન છે. તમે હંમેશા તમારી જાત અને રમત પ્રત્યે પ્રમાણિક હતા. 'સાચે જ તમે ભગવાનના સંતાન છો'. તે ઉપરાંત ભારતીય ટીમની પણ અભિનેત્રીએ પ્રશંસા કરી. પોતાની પોસ્ટમાં અનુષ્કા શર્માએ શમીની પ્રશંસા કરી છે.