Ahmedabadમાં રમાનારી World Cup મેચ જોવા ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહ, BRTS-AMTSની દોડાવાશે વિશેષ બસ, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 10:29:56

19 નવેમ્બર ભારતીય ક્રિકેટ ટીમ માટે તેમજ ભારત માટે ખુબ મહત્વનો રહેવાનો છે. આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે મહામુકાબલો થવાનો છે. બંને ટીમો અમદાવાદ આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરી દેવાઈ છે. ક્રિકેટને લઈ ફેન્સમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ માટે લોકો દેશ-વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે. ન માત્ર ભારતીયોની પરંતુ વિદેશના લોકોની નજર પણ આ વર્લ્ડ કપ મેચ પર છે. કોણ મેચ જીતશે તેની પર સૌની નજર રહેલી છે. ત્યારે ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમદાવાદીઓ મેચ જોવા માટે ક્રિકેટ સ્ટેડિયમ પહોંચી શકે તે માટે એએમટીએસ તેમજ બીઆરટીએસ બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

ભારતના પીએમ અને ઓસ્ટ્રેલિયાના ડે. પીએમ આવશે અમદાવાદ! 

ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં યોજાનારી વર્લ્ડ કપ મેચ પર સૌ કોઈની નજર રહેલી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી મેચને જોવા ભારતના પીએમ તેમજ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ અમદાવાદ આવવાના છે તેવી માહિતી સામે આવી છે. સુરક્ષા વ્યવસ્થા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેચને જોવા માટે દેશ વિદેશથી લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદની હોટેલોના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદીને સ્ટેડિયમ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે એએમસી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

મેટ્રો ટ્રેન News in Gujarati, Latest મેટ્રો ટ્રેન news, photos, videos |  Zee News Gujarati

BRTS તેમજ AMTSની બસો અલગ અલગ રૂટો પર દોડાવવામાં આવશે 

વર્લ્ડ કપ જોવા આવી રહેલા દર્શકોને અવર-જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો ટ્રેન રાત્રે 1 વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે ઉપરાંત બીઆરટીએસ તેમજ એએમટીએસ બસોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીઆરટીએસ દ્વારા મેચના દિવસે કુલ 91 બસો દોડાવવામાં આવશે જ્યારે એએમટીએસ દ્વારા 119 જેટલી બસો વિવિધ રૂટ પર દોડાવવામાં આવશે. મહત્વનું છે કે આ મેચને જોઈ લોકોમાં વિશેષ ક્રેઝ જોવા મળી રહ્યો છે.      



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?