15 ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ છે. અને તેમાં પણ હવામાન વિભાગે ચોમાસાને લઈ જે આગાહી કરી છે તેને સાંભળી ખેલૈયાઓ આનંદિક થઈ ચૂક્યા છે. નવરાત્રીને લઈ તમામ તૈયારીઓ પણ કરવામાં આવી ચૂકી છે. ચોમાસાએ ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે તેવી જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ગઈ છે. પરંતુ નવરાત્રી દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન વરસાદ ખાબક્શે તેવી આગાહી ફરી એક વખત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
19 ઓક્ટોબર આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જે વરસાદ લાવશે!
હવામાન નિષ્ણાત અંબાલાલ કાકા દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદી મોસમ જામશે તેવી આગાહી કાકાએ ઘણા સમય પહેલા કરી દીધી હતી ત્યારે ફરી એક વખત નવરાત્રીમાં વરસાદને લઈ કાકાએ આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 10 ઓક્ટોબર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જેને કારણે દેશના અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી વાત અંબાલાલ કાકાએ કરી છે. તે ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે 19 ઓક્ટોબર આસપાસ એક મજબૂત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જેના લીધે પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આ આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેશે. 12થી 19 ઓક્ટોબર દરમિયાન મજબૂત સિસ્ટમ બનશે જેને કારણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વરસાદ ખાબકી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાને કારણે ગુજરાતના વાતાવરણ પર પણ અસર જોવા મળશે. આ તારીખો દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત પણ સક્રિય થશે તે ઉપરાંત કાકાની આગાહી મુજબ 23થી 25 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થવાની છે. ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
ગરમી અને ઠંડીનો થઈ રહ્યો છે અનુભવ
મહત્વનું છે કે સત્તાવાર રીતે ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લઈ લીધી. આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં જે હમણા વાતાવરણ છે તે યથાવત રહેશે. સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બેવડી ઋતુનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ સામાન્ય રહેશે તેવી સંભાવના છે. ઉપરાંત આગામી દિવસોમાં તાપમાન 22થી 24 ડિગ્રી સેલ્શિયસ રહેશે તેવી શક્યતા છે. હાલ એવો સમય ચાલી રહ્યો છે જ્યાં ઠંડી પણ વરશે છે અને ગરમીનો અહેસાસ થાય છે. બેવડી ઋતુ વાળું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે.
નવરાત્રી અને મેચ રસિયાઓમાં ચિંતા
મહત્વનું છે કે જે તારીખો દરમિયાન વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે વખતે ભારત અને પાકિસ્તાનની મેચ પણ યોજાવાની છે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન મેચ છે અને 15 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થાય છે. જોકે, અંબાલાલ પટેલનું અનુમાન છે કે 14 ઓક્ટોબરે અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આગાહીને કારણે ગરબા આયોજકોને તેમજ ક્રિકેટ રસિયાઓમાં ચિંતા છે કારણ કે અંબાલાલ પટેલની આગાહી મુખ્યત્વે સાચી પડતી હોય છે.