ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ઘસવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઘરોમાં તિરાડો પડવાને લીધે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી પણ કરાઈ હતી ઉપરાંત અનેક બિલ્ડીંગોને તોડી નાખવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પહેલા ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાની જાહેરાત કરી છે પરંતુ આ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધારે જગ્યાઓ પર તિરાડો દેખાઈ હતી. જેને લઈ આશંકાઓ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તિરાડ વધી શકે છે.
આવનાર દિવસોમાં વધી શકે છે તિરાડોનું પ્રમાણ
થોડા સમય બાદ ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. જોશીમઠના અનેક ઘરોમાં તિરાડો પડવાની ઘટના સામે આવી હતી. દિવસેને દિવસે જમીનનું ઘોવાણ થઈ રહ્યું હતું. ઘરોમાં તિરાડ પડવાને કારણે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હતા તે ઉપરાંત અનેક ઈમારતોને તોડી પણ પડાઈ હતી. ત્યારે ચારધામ યાત્રાની શરૂઆત થાય તે પહેલા જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર 10થી વધુ જગ્યાઓ પર તિરાડ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે એક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે.
ચાર ધામની યાત્રા શરૂ થાય તે પહેલા વધી લોકોની ચિંતા
શનિવારના દિવસે ઉત્તરાખંડ સરકારે ચારધામ અંગેની જાહેરાત કરી હતી. કેદારનાથ મંદિરના દ્વાર 25 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલવાના છે. પરંતુ આ યાત્રા શરૂ થાય તે પહેલા હાઈવે પર અનેક તિરાડો જોવા મળી હતી. જોશીમઠ-બદ્રીનાથ હાઈવે પર આ તિરાડો દેખાતા લોકોમાં ભય વ્યાપી ઉઠ્યો છે. ત્યારે આશંકા બતાવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં આ તિરાડો વધી પણ શકે છે. મોટી સંખ્યામાં લોકો ચારધામની મુલાકાત લેતા હોય છે ત્યારે આ તિરાડનો ખતરો આવનાર દિવસોમાં વધી પણ શકે છે.