અમદાવાદના બાપુનગરમાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં આજે બપોરના સમયે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગને કારણે 11 જેટલા લોકો ઘાયલ થયા હતા. જેમાં 3 લોકોને ગંભીર ઇજા થતાં શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફટાકડાના જોરદાર અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ભીષણ આગને કારણે આસપાસની 25થી વધુ દુકાન સળગી ગઈ હતી. વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે બાપુનગરના વિકાસ એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો અને ગોડાઉન આવેલા છે.
Bapunagar વિસ્તારમાં આવેલ નૂતનમિલ પાસે આવેલ વિકાસ એસ્ટેટમાં આગ #bapunagar #ahemdabad #crackers #firecrackers #fire #gujarat #india #jamawat #jamawatupdate pic.twitter.com/BuZLwrjsVB
— Jamawat (@Jamawat3) May 10, 2023
ફાયર બ્રિગેડની 23 ગાડીઓ ઘટના સ્થળે
Bapunagar વિસ્તારમાં આવેલ નૂતનમિલ પાસે આવેલ વિકાસ એસ્ટેટમાં આગ #bapunagar #ahemdabad #crackers #firecrackers #fire #gujarat #india #jamawat #jamawatupdate pic.twitter.com/BuZLwrjsVB
— Jamawat (@Jamawat3) May 10, 2023બાપુનગરના વિકાસ એસ્ટેટમાં લાગેલી ભયાનક આગના સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ વાહનો સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર વિભાગની ગજરાજ સહિતની કુલ 23 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આગ ફટાકડામાં લાગી હોવાના કારણે આગ સતત ફેલાઈ રહી છે. આગને કાબુમાં લેવા રોબોટીક સિસ્ટમથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ દરમિયાન ફટાકડાના ગોડાઉનમાં ધડાકાભેર ફટાકડા ફૂટતાં આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.