બાંહેધરી પત્રનો વિરોધ રોકવા સીઆર પાટીલને મેદાને આવવું પડ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 11:01:58

ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ અનેક લોકોએ સરકાર સામે આંદોલનની છડી વરસાવી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ  વિરોધ નહીં કરે તેવો સરકારનો બાંહેધરી પત્રક ભરવા વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે સીઆર પાટીલે ખાનગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના શંખનાદ કાર્યક્રમમાં પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્ર નહીં આપવું પડે તેવી જાહેરાત કરી હતી. સીઆર પાટીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીને બાંહેધરીપત્રમાં સહી કરવાની જરૂર નથી. 


શું હતો સમગ્ર મુદ્દો?

ચૂંટણી આવવાના સમય પહેલા પોલીસ કર્મચારીઓએ ગ્રેડ પે વધારવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ પરિવારની મહિલાઓએ જાન્યુઆરી 2022માં સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કેટલાક નવા કર્મચારીઓ વિરોધ નોંધાવવા આગળ આવ્યા હતા. પોલીસ પરિવારની માગ હતી કે તેમનો ગ્રેડ પેનો પગારનો હક તેમને મળવો જોઈએ. વિરોધનો સૂર પ્રચંડ થતાં સરકારને પોલીસ પરિવારો સામે નમવું પડ્યું હતું અને ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. લોકરક્ષક, કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટરના ભથ્થા વધારવાની સરકારે જાહેરાત કરી હતી. સરકારે તે સમયે સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રેડ-પે વધારવામાં નહીં આવે. જમાવટના સૂત્રથી મળતી માહિતી મુજબ ત્યાર બાદ સરકારે પોલીસ કર્મચારીઓને વિરોધ નહીં કરવાનો બાંહેધરીપત્રક ભરવા માટે સૂચન આપવા જણાવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કર્મચારીને બાંહેધરીપત્રક ભરવા માટે દબાવ બનાવ્યું હતું. ચૂંટણી અગાઉના સમયમાં સમગ્ર મામલો વિરોધનો માહોલ બનાવતા આજે સીઆર પાટીલે બાંહેધરીપત્રક મામલે સ્પષ્ટતા કરી હતી. 


સીઆર પાટીલે શું સ્પષ્ટતા કરી?

વિરોધને ટાળવા માટે આજે સીઆર પાટીલે ખાનગી ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકના શંખનાદ કાર્યક્રમમાં બાંહેધરી પત્રક મામલે નિવેદન આપ્યું હતું. સીઆર પાટીલે જણાવ્યું હતું કે પગાર વધારા મામલે પોલીસને કોઈ બાંહેધરી પત્રક આપવું નહીં પડે. પગાર માટે પોલીસ જવાનોને બાંહેધરી પત્રક પર સહી કરવાની કોઈ જરૂર નથી તેવું નિવેદન સીઆર પાટીલે આપ્યું હતું. હાલ સમગ્ર મામલે ગૃહ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર માહિતી નથી આપી. પરંતુ સીઆર પાટીલના નિવેદન બાદ અને ચૂંટણી દરમિયાન માહોલ શાંત બનાવી રાખવા માટે બાંહેધરી પત્ર પર સહી નહીં કરવાની સૂચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીને આપી શકે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.   


ગુજરાત પોલીસમાં અનેક પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. તેમના પરિવારને મળીને ગણતરી કરવામાં આવે તો આંકડો ઘણો મોટો જણાઈ રહ્યો છે. વર્ગ 1થી 3ના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ મામલે વિરોધ નોંધાવી જ રહ્યા છે અને પોલીસ પરિવાર પણ વિરોધના મેદાનમાં જંપલાવે તો સરકારને ચૂંટણીમાં મોટું નુકસાન થવાની શક્યતા છે. જો કે સમગ્ર માહોલને શાંત બનાવી રાખવા માટે સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવીને કામગીરી કરી રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને છે. જો પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ વિરોધમાં આવી જાય તો સરકારને ભારે નુકસાન થઈ શકે એમ છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.