ભાજપની ટિકિટ વહેંચણી મુદ્દે CR પાટીલનું મોટું નિવેદન


  • Published By :
  • Published Date : 2022-11-05 12:33:51

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપતા આજે સવારથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. ત્યારબાદ સીઆર પાટિલનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે સ્વીકાર્યું છે.

CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 'ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.' સી.આર પાટિલના આ નિવેદનથી ભાજપના સિનિયર નેતાઓની આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે  અગાઉની ચૂંટણીમાં પણ સી.આર પાટીલે નિવેદન આપ્યું હતું કે પરિવાર નહિ ચલાવવામાં આવે.સગાઓને ટિકિટ નહિ મળે જોકે આ ચૂંટણીમાં પણ અલગ એન્લગથી નિવેદન આપ્યું છે 


પાર્ટીનો આભાર માનીને આપ્યું રાજીનામુંઃ પાટીલ 

સી.આર પાટીલે જણાવ્યું કે, જયનારાયણભાઈ વ્યાસ છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે હતા. તેઓ 2 વખત હાર્યા છતાં ભાજપે તેમને ટિકિટ આપી હતી. તેમણે કેબિનેટ મંત્રી સુધી સેવા આપી છે.  75 વર્ષની ઉંમર પછી ટિકિટ ન આપવાનો ભાજપનો નિયમ છે એના કારણે અથવા અન્ય કોઈ કારણોસર પાર્ટીનો આભાર માનીને તેમણે રાજીનામું આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. 


આજે ભાજપના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?